દેશમાં કોરોનાના ૧૧,૨૭૧ નવા કેસ, વધુ ૨૮૫નાં મોત

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૨૭૧ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૩૭,૩૦૭ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૫,૯૧૮ થઇ છે. ૅજ છેલ્લા ૫૨૨ દિવસ(૧૭ મહિના)ના સૌથી ઓછા કેસ છે.
જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૨૮૫ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૬૩,૫૩૦ થઇ ગઇ છે. સળંગ ૩૭મા દિવસે કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ની નીચે રહ્યાં છે. જ્યારે સળંગ ૧૪૦મા દિવસે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની નીચે નોૅંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૩૯૦નો ઘટાડો થયો છે.
નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૬ ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવ રેટ ૦.૯૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૪૧ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૦૧ ટકા રહ્યો છે. જે છેલ્લા ૫૧ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની સંખિયા ૧૧૨.૦૧ કરોડને પાર થઇ ગઇ છે.
આજે થયોલા ૨૮૫ લોકોનાં મોત પૈકી ૧૭૪ મોત કેરળમાં અને ૪૯ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૬૩,૫૩૦ લોકોના મોત થયા છે. જેમાં ૧,૪૦,૫૬૫ મોત મહારાષ્ટ્રમાં, ૩૮,૧૪૩ મોત કર્ણાટકમાં, ૩૬,૨૭૩ મોત તમિલનાડુમાં, ૩૫,૬૮૫ મોત કેરળમાં, ૨૫,૦૯૩ મોત દિલ્હીમાં, ૨૨,૯૦૯ મોત ઉત્તર પ્રદેશમાં અને ૧૯,૩૦૭ મોત પશ્ચિમ બંગાળમાં થયા છે.