દેશમાં કોરોનાના ૮૦,૮૩૪ નવા કેસ

Files Photo
નવીદિલ્હી ઃ કોરોના સંક્રમણની ગતિ હવે નબળી પડી રહી છે. થોડા દિવસો પહેલા, દરરોજ ૪ લાખથી વધુ કોરોના કેસો હવે ૮૦ હજારની નીચે પહોંચી રહ્યા છે. છેલ્લા ૬ દિવસથી કોરોના કેસ સતત ૧ લાખથી નીચે આવી રહ્યા છે, જે રાહતનો સંકેત છે. આરોગ્ય વિભાગ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦ હજાર ૮૩૪ નવા કેસ નોંધાયા છે,
જ્યારે ૩૩૦૩ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૯૪ લાખ ૩૯ હજાર ૯૮૯ થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી અત્યારે ૧૦ લાખ ૨૬ હજાર ૧૫૯ સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે ૨ કરોડ ૮૦ લાખ ૪૩ હજાર ૪૪૬ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૩ લાખ ૭૦ હજાર ૩૮૪ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રના કોરોનાથી મોટી રાહત જણાઈ રહી છે.