દેશમાં કોરોનાના ૮૦ ટકા નવા મામલા ૯૦ જિલ્લામાંથી આવી રહ્યા છે
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતમ થવા પર છે પરંતુ ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના રોજના મામલામાં ઘટાડા બાદથી હવે દેશમાં અનલોકની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં હજું પણ કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જાેકે કેટલાક રાજ્યોમાં એવા છે જ્યાં અનલોક અંતર્ગત સ્કૂલ જિમ, શૈક્ષણિક સંસ્થાન, શોપિંગ મોલ અને બજાર ખુલ્યા છે. ૧૧૧ દિવસમાં કોરોના વાયરસના ૩૪ હજારથી વધારે મામલા સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૫ લાખથી ઓછી થઈ છે.
લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં હજું પણ રાજ્ય એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે છે. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડનું નામ સામેલ છે. લવ અગ્રવાલે લોકોને ચેતવણી આપતા કહ્યું કે દેશમાં બીજી લહેર હજું પણ જારી છે. એટલા માટે નિયમોનું પાલન કરવું જરુરી છે. તેમણે આંકડા રજુકરા કહ્યું કે દેશમાં કોરોનાના ૮૦ ટકા નવા મામલા ૯૦ જિલ્લામાંથી આવી રહ્યા છે.
જાેકે આ દરમિયાન તેમને એક રાહતના સમાચાર પણ આપ્યા છે. સતત ૯માં દિવસે ૫૦ હજારથી ઓછા મામલા આવ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે મામલા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્યો, કેન્દ્ર શાસિત ક્ષેત્રો અને ખાનગી હોસ્પિટલોની પાસે લોકોને આપવા માટે ૧.૬૬ કરોડથી વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે.
મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી તમામ સંસાધનો માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીના ૩૭.૦૭ કરોડથી વધારે ડોઝ અપાઈ ચુક્યા છે અને ૨૩,૮૦, ૦૦૦ જેટલા ડોઝ હજું પહોંચાડવામાં આવી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે આમાંથી ખરાબ થયેલી માત્રા સહિત કુલ ખપત ૩૫૪,૦૬, ૦૧૯૭ ડોઝ છે.
દેશમાં કોરોનાના નવા મામલા સતત ૫૦ હજારથી ઓછા રહ્યા. બુધવારે ગત એક દિવસમાં કોરોનાના ૪૩, ૭૩૩ નવા મામલા નોંધાયા છે. આ સાથે દેશમાં હાજર કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪, ૫૯, ૯૨૦ રહી છે. એટલું જ નહીં રિકવરી રેટ વધીને ૯૭.૧૮ ટકા થઈ ગયો છે. જાે દેશમાં મળનારા કેસની સરખામણી કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા દોઢ ટકા રહી ગઈ છે. અત્યાર સુધીમાં દેશમાં ૨.૯૭ કરોડ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. ત્યારે ગત એક દિવસમાં ૪૭, ૨૪૦ લોકોને કોરોનાને હરાવીને સાજા થયા છ