Western Times News

Gujarati News

દેશમાં કોરોનાની રસીનું કાઉન્ટડાઉન શરૂ

Files Photo

નવી દિલ્હી, કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાની પૂર્વતૈયારીઓ શરૂ થઇ ચૂકી હતી. 2021ના જાન્યુઆરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ થશે એવી વિશ્વસનીય માહિતી મળી હતી.

અત્યાર પહેલાં કોરોનાના પગલે એક લાખ 43 હજાર લોકોનાં મરણ થયાં હતાં અને આશરે 98 લાખ લોકોને એના ચેપની અસર થઇ હતી. દેશમાં ત્રણ ત્રણ કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં વ્યસ્ત હતી અને ખુદ વડા પ્રધાને આ ત્રણે કંપનીની જાતમુલાકાત લઇને રસી બનાવનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

હવે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ એવો દાવો કર્યો હતો કે આ માસની આખર સુધીમાં અમને કોરોના રસીના ઇમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી મળે એવી શક્યતા હતી. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઇંગ્લેંડની ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોરોનાની કોવીશીલ્ડ રસી બનાવી રહી હતી. આ ઉપરાંત ફાઇઝર ઇન્ડિયા અને ભારત બાયોટેક પણ કોરોનાની રસી બનાવી રહી હતી.

કોવીશીલ્ડે ત્રણ તબક્કાની ટ્રાયલ પૂરી કરી હતી અને એણે ભારત તથા ઇંગ્લેંડમાં આ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી પણ કરી દીધી હતી. ભારત બાયોટેકની રસી હૈદરાબાદમાં બની રહી છે. એણે પણ ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માગી હતી. અમેરિકામાં જે કંપનીની રસી આપવાની શરૂઆત થઇ ચૂકી હતી એ ફાઇઝરના ભારત એકમે પણ ભારતમાં ડ્રગ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા પાસે પોતાની રસીના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી માગી હતી.

સીરમ ઇન્સ્ટીટ્યુટના પૂનાવાલા માને છે કે જો સમયસર રસી આપવાના કાર્યક્રમનો અમલ થાય તો 2021ના સપ્ટેંબર ઓક્ટોબર સુધીમાં ભારત સંપૂર્ણપણે કોરોનાથી મુક્ત થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.