Western Times News

Gujarati News

દેશમાં કોરોનાને કારણે કુલ 5.21 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૮ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૦,૮૭૦ થઈ છે. 

નવી દિલ્હી,  દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૮ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા છે, જ્યારે ૧૦૮૧ લોકો સાજા થયા છૈ. મંગળવારે ૭૯૬ નવા કેસ નોંધાયા અને ૧૯ દર્દીના મોત થયા હતા. સોમવારે ૮૬૧ સંક્રમિતોના મોત થયા હતા અને માત્ર ૬ લોકોના મોત થયા હતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૦,૮૭૦ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૧,૭૩૬ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૦૫,૪૧૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૬,૦૭,૦૬,૪૯૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૫,૦૫,૩૩૨ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે.

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે.

દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાેયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

જાેકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જાેઈએ એવી સલાહ તેમણે આપી હતી. જાેકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.