Western Times News

Gujarati News

દેશમાં કોરોનાનો વિસ્ફોટઃ ૪૬ હજારથી વધુ કેસ નોંધાયા

૨૧૨ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭એ પહોંચ્યોઃ પાછલા અઠવાડિયામાં અગાઉ કરતા ૬૭% વધુ કેસ

નવીદિલ્હી, દેશમાં કુલ ૪ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૬,૯૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૧૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૬,૪૬,૦૮૧ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૧ લાખ ૫૧ હજાર ૪૬૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૩૪,૬૪૬ એક્ટિવ કેસો છે.

બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૯૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૧ લાખ ૫૧ હજાર ૪૬૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૩૪,૬૪૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૯૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૪૪,૪૫,૭૭૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૮,૮૦,૬૫૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગત એક સપ્તાહ (૧૫-૨૧ માર્ચ) દરમિયાન દેશભરમાં ૨.૬ લાખ નવા કેસ સામે આવ્યા છે.

જ્યારે તેની પહેલાના સપ્તાહમાં ૧.૫૫ લાખ કેસ સામે આવ્યા હતા. એટલે કે ગયા વર્ષથી લઈને અત્યાર સુધી કોરોનાની ઝડપમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ગયા વર્ષે ૨૦-૨૬ જુલાઈની વચ્ચે ૩૪ ટકા નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સમયે એક સપ્તાહથી બીજા સપ્તાહની તુલનામાં ૮૦ હજાર નવા કેસ સામે આવ્યા હતા.

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. અત્યાર સુધીમાં પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં સૌથી ઝડપથી કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે, પાછલા અઠવાડિયામાં અગાઉના અઠવાડિયા કરતા ૧ લાખ વધુ નવા કેસ નોંધાયા છે, જેની ટકાવારી ૬૭% થાય છે.

આ દરમિયાન વાયરસના કારણે મૃત્યુઆંકમાં ૯ અઠવાડિયા પછી ૪૧%નો ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયામાં કોરોનાના કારણે ૧,૨૩૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. જાેકે, અગાઉની જેમ જ નવા કેસની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો નીચો રહ્યો છે. દેશમાં પાછલા અઠવાડિયા (૧૫-૨૧ માર્ચ) દરમિયાન ૨.૬ લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયામાં ૧.૫૫ લાખ નવા કેસ નોંધાયા હતા.

આ અત્યાર સુધીનો દેશમાં કોરોનાના કારણે નોંધાયેલો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ૨૦-૨૬ જુલાઈ દરમિયાન ૩૪%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે જૂના અઠવાડિયાની સરખામણીમાં લગભગ ૮૦,૦૦૦ જેટલા વધુ કેસ નોંધાયા હતા. રવિવારે દેશમાં નવા ૪૭,૦૪૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ૧૩૦ દિવસ પછી એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. આ અગાઉ ૧૧ નવેમ્બરના રોજ આટલા કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૩૦,૫૩૫ નવા કેસ નોંધાયા છે. ૧૩ જાન્યુઆરી પછી પહેલીવાર એક દિવસમાં નોંધાનારા મૃત્યુઆંક ૨૦૦ને પાર ગયો છે, પાછલા ૨૪ કલાકમાં ૨૧૩ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે, આ પહેલા ૭૨ દિવસ અગાઉ એક સામટા આટલા કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.