દેશમાં કોરોનાનો ૬૧ લાખનો આંકડો પાર, ૨૪ કલાકમાં ૭૦ હજાર કેસ
નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૧ લાખને પાર થઇ ગઇ છે. દેશમાં ગત ૨૪ કલાકમાં ૭૦,૫૮૯ નવા કોરોના મામલા દાખલ કરવામાં આવ્યા છે જયારે ૮૪,૮૭૭ દર્દી ઠીક થઇ ગયા જો કે ૭૭૬ દર્દીઓના જીવન પણ ચાલ્યા ગયા
દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૧,૪૫,૨૯૧ થઇ ગઇ છે.તેમાંથી ૯૬,૩૧૮ લોકોના મોત નિપજયુ છે એકટિવ કેસની સંખ્યા ઘટી ૯,૪૭,૫૭૬ થઇ ગઇ છે અને ૫૧ લાથખ ૧ હજાર લોકો ઠીક થઇ ચુકયા છે.
રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાયો છે મૃત્યુ દર ધટી ૧.૫૭ ટકા થઇ. આ ઉપરાંત એકિટવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ધટી ૧૬ ટકા થઇ ગયો છે આ સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થવાનો દર ૮૩ ટકા પર છે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ૨૮ સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ ૭ કરોડ ૩૧ લાખ સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૧ લાખ સેંપલોની ટેસ્ટિંગ ગઇકાલે કરવામાં આવી હતી.HS