Western Times News

Gujarati News

દેશમાં કોરોના ઘટતા ૧ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં શાળાઓ ખોલવામાં આવશે

જયપુર, દેશમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન સરકારે પણ શાળાઑ ફરીથી ખોલવાનો ર્નિણય લીધો છે. રાજસ્થાનમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦-૧૨ અને ધોરણ ૬-૯ માટે ૧૦ ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. રાજ્યમાં બજારો, અન્ય વ્યવસાયિક સંસ્થાઓ હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યારે કર્ફ્‌યુ રવિવારે નાબૂદ કરવામાં આવ્યો છે.

કોરોનાના વધતા જતા કેસને જાેતા સમગ્ર રાજસ્થાનમાં તમામ સ્તરે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અભય કુમાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિ પછી જ શાળા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

સુધારેલી માર્ગદર્શિકા મુજબ, સમગ્ર રાજ્યમાં દરરોજ રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યુ અમલમાં રહેશે. રાજ્યએ નોકરીદાતાઓ અને કચેરીઓના વડાઓ માટે ૩૧ જાન્યુઆરી પછી તેમની કચેરીઓમાં રસીના બંને ડોઝ પૂર્ણ કરી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે માહિતી આપી છે કે પુણેમાં ૧ ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજાે ફરીથી ખોલવામાં આવશે. ધોરણ ૧ થી ૮ માટે, શાળાનો સમય નિયમિત સમયપત્રક કરતાં અડધો હશે પરંતુ ધોરણ ૯ થી ૧૦ માટે, શાળા નિયમિત સમયપત્રક મુજબ ચાલશે.

યોગી સરકારે ૬ ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજાે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા યુપી સરકારના ગૃહ વિભાગે ૩૦ જાન્યુઆરી સુધી શાળા અને કોલેજાે સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.