Western Times News

Gujarati News

દેશમાં કોરોના વકરતા વડાપ્રધાન ચિંતિતઃ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી

નવી દિલ્હી, દેશમાં લોકડાઉન બાદ અનલોકમાં અપાયેલી છૂટછાટોના કારણે કોરોના મહામારી ફરી એકવખત ફેલાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત બન્યા છે અને તેમને તાત્કાલિક તા.૧૭મીના રોજ તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે આ બેઠકમાં દેશભરમાં નિયંત્રણો લાદવા કે નહીં તથા અન્ય મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા થશે.

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત ૨૪ કલાકમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે ૧૧૮ લોકોના મોત થયા છે.

ગઈકાલે ૨૫,૩૨૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૨ કરોડ ૯૯ લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે. આ તમામ સમાચારો વચ્ચે મોટા સમાચાર એ છે કે મોદી ૧૭મીએ દેશના તમામ સીએમ સાથે એક બેઠક કરી શકે છે. આ બેઠકમાં મોટા ર્નિણયો લેવાઈ શકે છે. ૧૭ માર્ચના રોજ યોજાનારી આ બેઠકમાં વધતા કેસો અને કોરોના વેક્સિન મામલે સીએમ સાથે ચર્ચા થઈ શકે છે. પીએમ આ સમયે કોરોના વેક્સિન મામલે ફીડબેક પણ લઇ શકે છે.

આ વીડિયો કોન્ફરન્સ યોજાશે. દેશમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસો વચ્ચે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક બોલાવી છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે ૧૭મી માર્ચે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરી આગામી સમયમાં કોરોના સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરશે.

પીએમ મોદીએ ૧૭ માર્ચે ૧૨.૩૦ કલાકે બેઠક બોલાવી છે. કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો ર્નિણય લેવાઈ શકે છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આજે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૧૩,૮૫,૩૩૯ પહોંચી ગઈ છે, તેમાંથી ૧,૫૮,૭૨૫ લોકોના મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૯,૨૬૨ થઈ છે જ્યારે કુલ સ્વસ્થ થાનારા દર્દીઓનો આંકડો ૧,૧૦,૦૭,૩૫૨ થયો છે. ગઈકાલે ૧૭,૪૫૫ દર્દીઓ સ્વસ્થ થયાં, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨,૯૯,૦૮,૦૩૮ લોકો વેક્સિન લઈ ચુક્યાં છે.

ૈંઝ્રસ્ઇના જણાવ્યું અનુસાર દેશમાં કાલ સુધીમાં કોરોના માટે કુલ ૨૨,૭૪,૦૭,૪૧૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. જેમાંથી ૦૭,૦૩,૭૭૨ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું છે પરંતુ તેની સાથે-સાથે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એ સિવાય દેશમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં પણ કેસો વધી રહ્યાં છે. તેને જાેતા કેન્દ્ર સરકારે એ રાજ્યોમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે જ્યાં સ્થિતિ કંટ્રોલમાં છે.

નીતી આયોગના સભ્ય વીકે પોલે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ત્યાં અનેક શહેરોમાં સખ્ત લોકડાઉન લાગૂ કરવું પડી રહ્યું છે.દેશમાં કુલ ૨.૯૯ કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૩,૮૫,૩૩૯ થઈ ગઈ છે. દેશમાં કુલ ૨.૯૯ કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.