દેશમાં કોરોના વાયરસના મામલા ૮૧ લાખને પાર
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા વધી ૮૧ લાખને પાર કરી ગયા છે ગત ૨૪ કલાકમાં ૪૮,૨૬૮ નવા મામલા આવ્યા છે આ સાથે જ અત્યાર સુધી કુલ મામલાની સંખ્યા વધીને ૮૧ લાખ ૩૭ હજાર ૧૧૯ થઇ ગયા છે ગત ૨૪ કલાકમાં કુલ ૫૯ હજાર ૪૫૪ દર્દીઓ ઠીક થયા છે જયારે ૫૫૧ના મોત નિપજયા છે દેશમાં ત્રણ ઓગષ્ટ બાદ એકિટવ કેસની સંખ્યા સૌથી ઓછી નોંધાઇ છે દેશભરમાં એકિટવ મામલાની સંખ્યા ૫ લાખ ૮૨ હજાર ૬૪૯ છે.
દેશમાં હાલના સમયે રિકવરી રેટ ૯૧.૩૪ ટકા નોંધાયો છે જયારે ડેથ રેટ ૧.૪૯ ટકા છે.એકિટીવ દર્દીના દર ૭.૧૬ ટકા છે જયારે પોઝિટીવીટી રેટ ઘટી ૪.૫૧ ટકા પર આવી ચુકી છે.દેશભરમાં ગત ૨૪ કલાકમાં ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૫૯.૪૫૪ છે અત્યાર સુધી સમગ્ર દેશમાં ૭૪ લાખ ૩૨ હજાર ૮૨૯ દર્દી કોરોના સંક્રમણને માત આપી ચુકયા છે અને સ્વસ્થ થઇ ચુકયા છે. આ ઉપરાંત દેશભરમાં અત્યાર સુધી કુલ ૧,૨૧,૬૪૧ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.
અત્યાર સુધી દેશભરમાં કુલ ૧૦ કરોડ ૮૭ લાખ ૯૬ હજાર નમુનાની તપાસ થઇ છે.ગત ૨૪ કલાકમાં કુલ ૧૦,૬૭,૯૭૬ નમુનાની તપાસ થઇ છે.દેશભરમાં ભલે જ કોરોના સંક્રમણના મામલામાં કમી આવી હોય પરંતુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાના મામલામાં ફરીથી વધી રહ્યાં છે દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ૫ હજારથીવધુ નવા કોરોના મામલા સામે આવ્યા છે દિવાળીની આસપાસકોરોના મામલા વધવાની આશંકા નિષ્ણાંતો વધારી રહ્યાં છે.HS