દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ૯૧૨૧ નવા કેસ સામે આવ્યા
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ એક વાર ફરીથી ૧૦ હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના ૯૧૨૧ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ૮૧ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૧,૦૯,૨૫,૭૧૦ અને મૃતકોની સંખ્યા ૧,૫૫,૮૧૩ થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે અને અત્યાર સુધી દેશભરમાં ૧,૦૬,૩૩,૦૨૫ દર્દી રિકવર થઈ ચૂકયા છે. આમાંથી ૧૧,૮૦૫ દર્દી છેલ્લા ૨૪ કલાકની અંદર રિકવર થયા છે. સતત સુધરી રહેલ રિકવરી રેટના કારણે દેશમાં હાલમાં કોરોના વાયરસના સક્રિય કેસ ૧,૩૬,૮૭૨ જ બચ્યા છે. વળી, કોરોના વાયરસ રસીકરણ અભિયાનના પહેલા તબક્કામાં અત્યાર સુધી ૮૭,૨૦,૮૨૨ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં વધ્યા કોરોના વાયરસના કેસ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં એક વાર ફરીથી વધારો નોંધવામાં આવ્યો છે અને સરકાર બારીકાઈથી સ્થિતિનુ નિરીક્ષણ કરી રહી છે.
રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે કોરોના વાયરસના વધતા કેસો પર કહ્યુ કે લોકોએ નિયમોનુ પાલન કરવાનુ બંધ કરી દીધુ છે માટે સરકાર અમુક કડક ર્નિણયો લઈ શકે છે. છેલ્લા ૬ દિવસથી ૩ હજારથી ઉપર કેસ મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના ૩૩૬૫ નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે ૨૩ લોકોના મોત થયા છે. છેલ્લા ૬ દિવસથી મહારાષ્ટ્રમાં સતત કોરોના વાયરસના કેસ ૩ હજારથી ઉપર નોંધવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સંક્રમણના કુલ ૨,૦૬૭,૬૪૩ કેસ મળી ચૂક્યા છે.