Western Times News

Gujarati News

દેશમાં કોરોના સંક્રમણના કેસ નવ લાખને પાર

Files Photo

નવી દિલ્હી, દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ હવે નવ લાખની પાર પહોંચી ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે રોજ સામે આવતા કેસ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશભરના સંક્રમિત રાજ્યોમાં સ્થિતિ પણ વણસી રહી છે, એવામાં અનલોક પ્રક્રિયા વચ્ચે પણ કેટલાક રાજ્યો કોરોના સંક્રમણના વધતા કેસો પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ઘણાખરા રાજ્યોની સરકારોએ જાતે જ પરિસ્થિતિને આધિન નિર્ણય લેતા લોકડાઉન જાહેર કરી દીધુ છે. દેશમાં 24 માર્ચે લોકડાઉનનો પહેલો તબક્કો શરુ થયો, જેને પાંચ તબક્કા સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ લોકડાઉનમાં પણ દેશભરમાં કેસો ભયજનક રીતે વધ્યા હતા. જોકે હવે વધી રહેલા કેસો સામે રાજ્ય સરકારો ફરીથી લોકડાઉનની સહારો લઇ રહી છે.

વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં મોટાભાગના જીલ્લાઓમાં સોમવારથી ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. જેમાં જરુરી સેવાઓને છોડીને તમામ જડબેસલાક બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બેંગ્લોરમાં પણ 22 જૂલાઇ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના થાણેમાં પણ રવિવારથી લોકડાઉન જાહેર કરી દેવાયુ છે, અહીં 19 જૂલાઇ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે પણ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અઠવાડિયાના અંતના બે દિવસ, શનિવાર અને રવિવાર લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.

બિહારમાં વધતા જતા કેસો પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા 16 જૂલાઇથી મહિનાના અંત સુધી લોકડાઉન જાહેર કરી દીધુ છે. અસામમાં પણ મુખ્ય શહેરો, વિસ્તારોમાં 12 જૂલાઇથી એક અઠવાડિયા સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ સરકારે પણ કોરોના કેસ પર અંકુશ મેળવવા માટે દરેક રવિવારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય જાહેર કર્યો છે. નગાલેન્ડ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન લંબાવીને 31 જૂલાઇ સુધી રાખવાનો નિર્ણય લીધો છે, જોકે સરકારે કોરોના ટેસ્ટ અને કોરન્ટાઇન સેન્ટર્સમાં ફી વસૂલવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.