દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે
દેશમાં કોરોના સંક્રમણના ૪૨૭૦ કેસ સામે આવ્યા
નવી દિલ્હી, દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૨૭૦ કેસ સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસની તુલનામાં ૭.૮ ટકા વધુ કેસ નોંધાયા છે.
આ સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ ૪,૩૧,૭૬,૮૧૭ કેસ નોંધાયા છે. દેશમાં કેરલની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬૫ નવા કેસની પુષ્ટિ થઈ છે.
સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હોય તેવા પાંચ રાજ્યોમાં કેરલમાં ૧૪૬૫ કેસ, મહારાષ્ટ્રમાં ૧૩૫૭ કેસ, દિલ્હીમાં ૪૦૫ કેસ, કર્ણાટકમાં ૨૨૨ કેસ અને હરિયાણામાં ૧૪૪ કેસ નોંધાયા છે.દેશમાં નોંધાયેલા નવા કેસમાં ૮૪.૧૪ ટકા કેસ માત્ર આ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. માત્ર કેરલમાં જ ૩૪.૩૧ ટકા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૬૩૬નો વધારો થયો છે.
કોરોના સંક્રમણને કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીના મોત થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૪,૬૯૨ થઈ ગયો છે.દેશમાં કોરોનાથી રિકવરી રેટ અત્યારે ૯૮.૭૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૬૧૯ દર્દી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધી ૪,૨૬,૨૮,૦૭૩ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.દેશમાં કોરોના સામે રક્ષણ મેળવવા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સીનના ૧૧ લાખ ૯૨ હજાર ૪૨૭ ડોઝ આપવામાં આવ્યા છે.આમ દેશમાં અત્યાર સુધી કુલ મળીને કોરોના વેક્સીનના ૧૯૪૦૯૪૬૧૫૭ ડોઝ આપી દેવામાં આવ્યાં છે.ss1kp