દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૬ લાખને પાર
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં ૮૩,૩૪૭ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૫૬ લાખથી વધુ થઇ ગઇ છે જેમાંથી ૪૫ લાખથી વધુ લોકો સંક્રમણમુકત થઇ ચુકયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં દર્દીઓના ઠીક થવાનો દર ૮૧.૨૫ ટકા થઇ ગયો છે.
મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૩૪૭ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના મામલા વધી ૫૬,૪૬,૦૧૦ થઇ ગયા જયારે ૧,૦૮૫ લોકોના મોત નિપજયા બાદ મૃતકોની સંખ્યા વધીને ૯૦,૦૨૦ થઇ ગઇ દેશમાં અત્યાર સુધીમાં ૪૫,૮૭,૬૧૩ લોકો સંક્રમણમુકત થઇ ચુકયા છે.કોવિડ ૧૯થી મૃત્યુ દર ધટી ૧.૫૯ ટકા થઇ રહી ગઇ છે આંકડા અનુસાર દેશમાં હજુ ૯,૬૮,૩૭૭ દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. જે કુલ મામલાના ૧૭.૧૫ ટકા છે. ભારતમાં કોવિડના મામલા સાત ઓગષ્ટે ૨૦ લાખને પાર,૨૩ ઓગષ્ટે ૩૦ લાખને પાર પાંચ ઓગષ્ટે ૪૦ લાખને પાર અને ૧૬ ઓગષ્ટે ૫૦ લાખને પાર ચાલ્યા ગયા હતાં.HS