દેશમાં કોરોના સામેની આર્થિક લડાઈમાં સરકાર GST દર નહીં ઘટાડે
(એજન્સી) નવીદિલ્હી, દેશમાં કોરોના સામેની આર્થિક લડાઈમાં સરકાર દ્વારા આર્થિક પેકેજ ધાર્યુ નિશાન પાર પાડી શકશે નહીં એવી વ્યાપક ટીકાથી સરકાર ભીંસમાં પણ છે. પણ અગાઉ જીએસટી ઘટાડા માટે જ સરકાર તૈયારી કરી રહી હોવાના સંકેત હતા તેના પર બ્રેક લાગી ગઈ છે. અને હાલ જીએસટીમાં કોઈ ઘટાડો થશે નહીં. ઉદ્યોગોએે જીએસટી ઘટાડા માટે માંગ કરી હતી અને તેનાથી માંગ વધશે એવા સંકેત સાથે ઉદ્યોગ વિભાગ સતત જીએસટી ઘટાડાની માંગ કરતી રહી છે. પણ સરકારે સ્પષ્ટપણે માને છે કે આ તબક્કે જ્યારે જીએસટીમાં રીટર્ન ફાઈલીંગ તથા ટેક્ષ ક્રેડીટ સહિતના કામકાજામાં જબરી અનિશ્ચિતતા છે અને ઈ-ચલણ વ્યવસ્થા પણ બરાબર કામ કરતી નથી તે સમયે જીએસટીમાં ફેરફારથી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વિ.માં નવેસરથી મુશ્કેલી સર્જાઈ શકે છે.
ઉપરાંત જીએસટી ઘટાડો તે સમયે કેટલા પ્રભાવી બનશે. જયારે મોટાભાગના ઔદ્યોગિક એકમો જૂના દર મુજબ ફરી ઉત્પાદન શરૂ કરીને માર્કેેટમાં માલ મોકલી રહ્યા છે. પણ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોચી શકશે નહીં તે શ્ચિત છે. ઉપરાંત હવે દર ઘટાડાય તો કાચા માલના દર નીચા છે અને જો ફિનીશ્ડ ઉત્પાદનના દર ઘટાડાય તો ટેક્ષ-ઓફસેટમાં લગભગ ઝીરો થઈ જાય છે.
જે સરકારની ટેક્ષ આવક સામે પણ પ્રશ્ન ઉભા થઈ શકે છે. એસોસીએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ નિરંજન હિરાનંદાની તમામ જીએસટી રેટમાં પ૦ ટકાનો ઘટાડો કરવાની હિમાયત કરી છે. જો દર સાવ નીચો જાય તો સરકાર ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો પણ લાભ મળી શકે નહીં એવું માળખું આવશે એવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે.