દેશમાં ખુબ વધુ નોકરશાહી છે: પૂર્વ મંત્રી પી ચિદમ્બરમ
નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પી ચિદમ્બરે નૌકરશાહીને લઇ જાેરદાર કટાક્ષ કર્યો છે લોકતંત્રના મુદ્દા પર નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતની કહેવાતી ટીપ્પણીઓ પર કટાક્ષ કરતાં પી ચિદમ્બરમે કહ્યું કે દેશમાં ખુબ વધુ નોકરશાહી છે આ ઉપરાંત તેમણે ઉત્તરપ્રદેશના નવા કાનુન પર પણ પ્રહારો કર્યા હતાં.
ચિદમ્બરમે પોતાન એક ટ્વીટમાં લખ્યુ ખુબ વધુ લોકતંત્ર છે એક વરિષ્ઠ નોકરશાહ કહે છે કે ખુબ વુ નોકરશાહી છે એક પ્રબુધ્ધ ડેમોક્રેટ કહે છે ટ્વીટ્સની એક સીરીજમાં તેમણે લવ જેહાદ પર એક કાનુન બનાવવા માટે ભાજપના નેતૃત્વવાળી ઉત્તરપ્રદેશ સરકાર માટે કહ્યું કે નવું સંસદ ભવનનો પાયો એક ઉદાર લોકતંત્રના ખંડહર પર રાખવામાં આવી હતી.
તેમણે સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં યુપી સરકાર માટે નોબેલ પુરસ્કારની માંગ કરતા ટ્વીટ કર્યું એક નવી સંસદ ભવનનો પાયો એક ઉદાર લોકતંત્રના ખંડહર પર રાખવામાં આવ્યો હતો.યુરી સરકારની રચનાત્મકતા બે નોબલ પુરસ્કારની હકદાર છે.
કોંગ્રેસ નેતાએ એક અન્ય ટ્વીટમાં પુછયુ કે યુરી કાનુન બનાવવા અને કાનુનનં અનુપ્રયોગમાં સૌથી રચનાત્મક રાજય છે અને કોણ લવ જેહાદ નામક અપરાધનું આવિષ્કાર કરી શકતુ હતું ચિદમ્બરે આરોપ લગાવ્યો કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બનેલ સરકાર નવા કાનુનનો દુરૂપયોગ કરી રહી છે તેના તેમણે ઉહારણ આપ્યા હતાં.HS