દેશમાં ગત ચોવીસ કલાકમાં ૨૭૦૭૧ નવા કોરોનાના કેસ
નવીદિલ્હી, દશમાં કોરોન વાયરસ કોવિડ ૧૯ સંક્રમિતોની કુલ સંખ્યા ૯૯ લાખની નજીક પહોંચી ગઇ છે જયારે આ વાયરસને પરાજય આપનારઓની સંખ્યા પણ ૯૩.૮૮ લાખથી વધુ છે આરોગ્ય મંત્રાલયે વિવિધ રાજયોથી સોમવાર સુધી પ્રાપ્ર રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭,૦૭૧ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા ૯૮.૮૪,૧૦૦ પહોંચી ગઇ જયારે આ મુદ્તમાં સંક્રમણથી પરાજય પામનારાઓેની સંખ્યા ૯૩,૮૮,૧૫૯ થઇ ગઇ છે.
દેશમાં ગત ૨૪ કલાક દરમિયન કોવિડ ૧૯થી ૩૩૬ મોત થવાની સાથે કુલ મોતોની સંખ્યા વધી ૧,૪૩,૩૫૫ થઇ ગઇ છે.દેશમાં કોરોનાના વધતા મામલાની વચ્ચે રાહતની વાત એ છે કે નવા મામલાની સરખામણીમાં સ્વસ્થ લોકોની સંખ્યામાં વધારો થવાની રિકવરી રેટમાં આંશિક વધારો થયો અને તે હવે ૯૪.૯૬ ટકા પર પહોંચી ગયો છે દેશમાં સક્રિય મામલાની દર ૩.૫૫ ટકા જયારે મૃત્યુ દર પણ માત્ર ૧.૪૫ ટકા પર બનેલ છે.
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય મામલામાં રવિવારે વધારો થતાં હવે સક્રિય મામલાની સંખ્યા વધી ૭૪,૧૦૪ સુધી પહોંચી ગઇ છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૩,૭૧૭ નવા મામલા સામે આવ્યા છે અને કુલ સંખ્યા ૧૮,૮૦,૪૧૩ પહોંચી ગઇ છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્તમાં ૭૦ વધુ દર્દીઓના મોત થતાં આંકડો ૪૨,૨૦૯ થઇ ગયો છે.
પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના મામલા હવે ઓછા થતા નજરે પડી રહ્યાં છે આ દરમિયાન ૩૩ વધુ લોકોના મોત થવાથી મૃતકોનો આંકડો ૧૦ હજારને પાર કરી ગયો છે દિલ્હી આરોગ્ય વિભાગ તરફથી જારી બુલેટીન અનુસાર દિલ્હીમાં આ મુદ્તમાં ૧,૯૮૪ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૬,૦૭,૪૫૪ થઇ ગઇ છે. જયારે કોરોના રિકવરી દર ૯૫.૫૮ ટકા પહોચી ગયો છે.જયારે ૩૩ દર્દીઓના મોત થવાથી આંકડો ૧૦,૦૧૪ પર પહોંચી ગયો છે.રાજધાનીમાં મૃત્યુ દર માત્ર ૧.૬૫ ટકા રહી ગયો છે. કેરલમાં આ દરમિયાન કોરોના વાયરસના ૪,૬૮૯ વવા મામલા સામે આવ્યા છે અને અહીં આંકડો ૬.૬૯ લાખ પહોંચી ગયો છે.આ દરમિયાન કોરોનાથી ૨૯ લોકોના મોત થયા છે અને રાજયમાં આ બીમારીથી મૃત્યુ પામનારાઓનો આંક ૨,૬૨૪ થઇ ગયો છે.
આંધ્રપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વાયરસ સંક્રમણના ૫૦૬ નવા મામલા સામે આવ્યા છે જેથી સંક્રમિોની સંખ્યા રવિવારે વધી પોણા નવ લાખને પાર કરી ગઇ છે રાજયમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૮,૭૫,૫૩૧ થઇ ગઇ છે આ દરમિયાન પાંચ વધુ લોકોના મોત થતાં કુલ મૃત્યુ આંક ૭,૦૫૭ તઇ ગયો છે. તમિલનાડુમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૧,૧૯૫ નવા મામલા સામે આવ્યા બાદ કુલ આંકડો ૭.૯૮ લાખને પાર કરી ગયો છે. આ દરમિયાન રાજયોમાં કોરોનાથી વધુ ૧૨ દર્દઓના મોત થતા તુલ આંકડો વધીને ૧૧,૮૯૫ થઇ ગયો છે.જયારે સ્વસ્થ થવાનો દર પણ વધી ૯૭ ટકાને પાર રહ્યો છે.HS