દેશમાં ગત ચોવીસ કલાકમાં ૨૪૩૩૭ કોરોનાના નવા કેસ
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના મામલામાં વધારો અને ઘટાડાનો સિલસિલો ચાલુ છે ગત ચોવીસ કલાકમાં ૨૪,૩૩૭ મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જયારે રવિવારે ૨૬,૬૨૪ સંક્રમિત મળ્યા હતાં દેશમાં કોરોનાથી સંક્રમિણમુકત દર્દીઓની સંખ્યા ૯૬ લાખને પાર કરી ગઇ છે.સક્રિય મામલા સતત ચાર લાખથી નીચે બનેલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૨૪,૩૩૭ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે
ત્યારબાદ દેશમાં કોરોનાની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા ૧,૦૦,૫૫,૫૬૦ થઇ ગઇ છે. ગત ૨૪ કલાકમાં ૩૩૩ દર્દીઓના કોવિડ ૧૯ સંક્રમણને કારણે મોત થયા છે ત્યારબાદ કોરોના મૃતકોની સંખ્યા ૧,૪૫,૮૧૦ થઇ ગઇ છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં ૨૫,૭૦૯ દર્દીઓએ વારયસને પરાજય આપ્યો છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી ધરે પરત ફર્યા છે.આ રીતે દેશમાં સંક્રમણમુકત દર્દીઓની સંખ્યા વધીને ૯૬,૦૬,૧૧૧ થઇ ગઇ છે.
આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સક્રિય મામલાની સંખ્યા ૩,૦૩,૬૩૯ છે વર્તમાનમાં કોરોના રિકવરી રેટ ૯૫ ટકાથી વધુ છે જે એ વાતના પુરાવા છે કે દેશમાં વાયરસને લઇ લોકોને ચિંતિત થવાની જરૂરત નથી પરંતુ તેમને ફકત કોરોના નિયમોનું પાલ કરવાનું છે.સરકાર આગામી વર્ષથી ટીકાકરણ કરવાની યોજના પર કામ કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને કહ્યુ કે આપણે ત્યાં દુનિયાના વિકસીત દેશોની સરખામણીમાં કોરોના રિકવરી રેટ સૌથી વધુ છે. તેમણે કહ્યું કે આપણી પાસે દુનિયામાં સૌથી વધુ રિકવરી રેટ ૯૫ ને ૯૬ ટકાની વચ્ચે છે.