દેશમાં ચાર રાજધાની હોવી જોઈએ, દિલ્હીમાં બધા આઉટસાઈડર છેઃ મમતા બેનરજી
કલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવી માંગણી કરીને કહ્યુ છે કે, દેશમાં એક નહી પણ ચાર રાજધાની હોવી જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, દિલ્હી જ એક માત્ર રાજધાની કેમ છે, કોલકાતા પણ દેશની રાજધાની હોવી જોઈએ.દેશમાં ચાર સ્થળોએ ચાર રાજધાની બનવી જોઈએ.દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ કે બીજા કોઈ રાજ્યમાં, પૂર્વમાં બિહાર-ઓરિસ્સા કે બંગાળમાં અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં પણ એક રાજધાની બનવી જોઈએ.દિલ્હીમાં બધા આઉટસાઈડર છે.સંસદનુ સત્ર દેશના તમામ હિસ્સાઓમાં યોજાવુ જોઈએ.
આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે મમતા બેનરજીના નેતૃત્વમાં પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ નિમિત્તે નેતાજીના વશંજ સુગત બસુ પણ હાજર રહ્યા હતા.
મમતા બેનરજીએ આઠ કિલોમીટર લાંબી માર્ચ કરી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હતા.
ભાજપ દ્વારા પણ નેતાજીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.ઉજવણી કરવા માટે બંને પક્ષો વચ્ચે જાણે સ્પર્ધા જામી છે.