દેશમાં ચાલુ વર્ષે જીડીપી માઈનસ ૭.૭ ટકા રહેવાનો સરકારી અંદાજ
નવી દિલ્હી, દેશનો જીડીપી ગ્રોથ ચાલુ વર્ષે માઈનસ ૭.૭ ટકા રહેશે તેવો અંદાજ સ્વયં સરકારે જ આપી દીધો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ સેક્ટરને કોરોના અને લોકડાઉનની ગંભીર અસર થઈ હોવાનું કહ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના સૌપ્રથમ અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રિયલ જીડીપી ગ્રોથ માઈનસ ૭.૭ ટકા રહેશે જે ગત વર્ષે ૪.૨ ટકા હતો. રિયલ જીડીપી શ્૧૩૪.૪૦ લાખ કરોડ રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષે શ્૧૪૫.૬૬ લાખ કરોડ(પ્રોવિઝનલ) હતો.
જાેકે સરકારના આ અંદાજમાં એટલું આશ્વાસન છે કે આઈએમએફ અને વર્લ્ડ બેન્કે જે નેગેટિવ ગ્રોથનો અંદાજ આપ્યો હતો તેના કરતાં થોડાં આંકડા સારા છે. બીજું આશ્વાસન એ કે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો જાેવા મળ્યો છે. પાવર અને ગેસ સપ્લાય ક્ષેત્રે સારી કામગીરી જાેવામળી છે જેમાં પણ પોઝિટિવ ગ્રોથની સંભાવના છે. તે સિવાયના તમામ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ જાેવા મળશે.
એનએસઓના અંદાજ અનુસાર બેઝીક પ્રાઈસ મુજબ રિયલ ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) શ્૧૨૩.૩૯ લાખ કરોડ થવાનો અંદાજ છે, જે ગત વર્ષે શ્૧૩૩.૦૧ લાખ કરોડ હતી. આમ તેમાં માઈનસ ૭.૨ ટકાનો ઘટાડો નોંધાશે. જીવીએમાં નેટ ટેક્સને ગણતરીમાં લેવાતો નથી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જીવીએ માઈનસ ૯.૪ ટકા રહેવાનો અંદાજ છે, જેમાં ગયા વર્ષે ૦.૦૩ ટકા સાધારણ પોઝિટિવ ગ્રોથ થયો હતો. માઈનિંગ અને ક્વોરિંગ તથા ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કમ્યૂનિકેશન અને સર્વિસીઝ સંબંધિત બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) અનુક્રમે ૧૨.૪ ટકા અને ૨૧.૪ ટકા રહેવાનો અંદાજ છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ ૧૨.૬ ટકાનો નેગેટિવ ગ્રોથનો અંદાજ છે. ફાઈનાન્શિયલ, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીઝ સેગમેન્ટમાં નેગેટિવ ૦.૮ ટકા ગ્રોથનો અંદાજ છે.
કૃષિ, ફોરેસ્ટ્રી, ફિશિંગ સેક્ટરમાં ૩.૪ ટકા પોઝિટિવ ગ્રોથનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરમાં ૪ ટકા ગ્રોથ જાેવા મળ્યો હતો. અગાઉ તાજેતરમાં રિઝર્વ બેન્કે તેની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં કહ્યું હતું કે ચાલુ વર્ષે દેશનો રિયલ જીડીપી ગ્રોથ માઈનસ ૭.૫ ટકા રહેશે. વર્લ્ડ બેન્કે માઈનસ ૯.૬ ટકા, આઈએમએફે માઈનસ ૧૦.૩ ટકા, મૂડીઝે માઈનસ ૧૦.૬ ટકાનો અંદાજ આપ્યો હતો.SSS