દેશમાં છેલ્લા ચોલીસ કલાકમાં ૭૫૮૦૯ નવા કેસો
નવીદિલ્હી, દેશમાં સતત બે દિવસ સુધી ૯૦ હજારથી વધુ મામલા સામે આવ્યા બાદ મંગળવારે થોડી રાહત મળી છે મંગળવારે ૭૫,૮૦૯ નવા મામલા સામે આવ્યા આ નવા મામલાની સાથે દેશમાં કોવિડ ૧૯ના દર્દીઓની સંખ્યા વધી ૪૨ લાખ ૮૦ હજારથી વધુ થઇ ગયો પરંતુ રાહતની વાત એ છે કે બીમારીથી સાજા થનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે જાણકારી અનુસાર અત્યાર સુધી ૩૩ લાખ ૨૩ હજારથી વધુ લોકો ઠીક થઇ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ચોવીસ કલાકમાં ૧,૧૩૩ લોકોના મોતથી મૃતકોની સંખ્યા વધી ૭૨,૭૭૫ થઇ ગઇ છે દેશમાં સંક્રમણના મામલા વધી ૪૨,૮૦,૪૨૩ થઇ ગયા છે જેમાંથી ૮૮૩૬૯૭ લોકોની સારવાર ચાલી રહી છે અને ૩૩,૨૩,૯૫૧ લોકો સારવાર બાદ આ બિમારીથી બહાર આવી ગયા છે સંક્રમણના કુલ મામલામાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.HS