દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૩૧,૧૧૮ નવા કેસો
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા વધીને ૯૪.૬૨ લાખથી વધુ થઇ ગયા છે જેમાંથી ૮૮,૮૯,૫૮૫ લોકો સંક્રમણ મુકત થઇ ચુકયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સવારે આઠ વાગે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એક દિવસમાં ૩૧,૧૧૮ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના મામલા વધીને ૯૪,૬૨,૮૦૯ થઇ ગયા જયારે ૪૮૨ વધુ લોકોના મોત નિપજયા આમ મૃતકનો આંકડો વધીને ૧,૩૭,૬૨૧ થઇ ગયો છે. દેશમાં કુલ ૮૮.૮૯.૫૮૫ લોકોના સંક્રમણ મુકત થયા બાદ દર્દીઓના ઠીક થવાનો દર વધીને ૯૩.૯૪ ટકા થઇ ગયો છે જયારે કોવિડ ૧૯થી મૃત્યુ દર ૧.૪૫ ટકા છે.ભારતમાં આ સમયે કોવિડના ૪,૩૫,૬૦૩ મામલા એકટિવ સ્ટેજમાં છે જાે કે કુલ મામલાના ૪.૬ ટકા છે એટલે કે તેની સારવાર કાંતો હોસ્પિટલમાં ચાલી રહી છે અથવા તો ડોકટરોના દિશા નિર્દેશો અનુસાર આ હોમ આઇસોલેશનમાં છે.
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અનુસાર ૩૦ નવેમ્બર સુધી ૧૪,૧૩,૪૯,૨૯૮ નમુનાની કોવિડ ૧૯ સંબંધી તપાસ કરવામાં આવી છે જેમાંથી ૯,૬૯,૩૨૨ નમુનાનું પરીક્ષણ સોમવારે જ કર્યું હતું.ભારતમાં ૨૯ ઓકટોબરે ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરે ૯૦ લાખ સંક્રમિતોનો આંકડો પહોંચી ગયો હતો.HS