દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૬,૩૮૨ નવા કોરોનાના કેસ
નવીદિલ્હી, કોરોના વાયરસ સામે આવ્યો અને ત્યારબાદ તેના એક વૈશ્વિક મહામારીમાં પરિવર્તન થવાને એક વર્ષ થઇ ગયું પરંતુ હજુ સુધી આ બીમારીનો અંત આવતો હોય તેવું જણાતુ નથી જાે કે કેટલાક દેશ તેનાથી લગભગ પુરી રીતે મુકત થઇ ગયા છે અથવા તો કયાંક મામલા સતત ઓછા થઇ રહ્યાં છે.ભારતમાં પણ કોરોનાના નવા મામલા પહેલા કરતા વધુ ઓછા થઇ રહ્યાં છે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૨૬,૩૮૨ નવા કેસ સામે આવ્યા છે જયારે ૩૮૭ લોકોના મોત નિપજયા છે.
કોરોના વાયરસ અત્યાર સુધી ૧૯૧ દેશોમાં ફેલાયો છે દુનિયામાં કુલ ૭,૩૪,૬૧,૩૧૨ મામલાની પુષ્ટી થઇ ચુકી છે અને ૧૬,૩૪,૭૨૬ના મોત થયા છે.જયારે ૩,૦૨,૩૦,૫૪૬ દર્દીઓની સારવાર જારી છે અને ૪,૧૫,૯૬,૦૨૨ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ભારતમાં ૯૯,૩૨,૫૪૭ મામલાની પુષ્ટી થઇ ચુકી છે જેમાં ૧,૪૪,૦૯૬ મોત સામેલ છે ભારતમાં સક્રિય મામલાની સંખ્યા ૩,૩૨,૦૦૨ છે અને ૯૪,૫૬,૪૪૯ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.નવા કેસ બાદ ભારતમાં કોરોનાના કુલ ૯૯,૩૨,૪૫૮ કેસ સામે આવ્યા છે નવા મોતની સાથે અત્યાર સુધી કુલ ૧,૪૪,૦૯૬ લોકોના મોત થયા છે. જયારે હાલ કુલ ૩,૩૨,૦૦૨ લોકોની સારવાર ચાલી રહી છે. મંગળવારે ભારતમાં ૨૨,૦૭૫ કેસ સામે આવ્યા હતાં જે ગત પાંચ મહીનામાં સૌથી ઓછા હતાં રાહતની વાત છે કે ડિસેમ્બર મહીનામાં દરરોજ મામલા ૪૦,૦૦૦થી નીચે જ રહ્યાં છે.HS