દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૩૪૧ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસની ગતિ અટકવાની જગ્યાએ વધી રહી છે સપ્ટેમ્બરમાં કોરોના વાયરસ વધુ કહેર મચાવી રહ્યો છે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૮૩ હજારથી વધુ કેસ સામે આવ્યા જેથી કોરોના વાયરસના મામલામાં કુલ આંકડા ૩૯ લાખને પાર કરી ગયા છે આ ઉપરાંત કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ૬૮,૪૭૨ પહોંચી ચુકી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૮૩,૩૪૧ નવા પોઝીટીવ કેસ સામે આવ્યો છે જયારે ૧,૦૯૬ દર્દીઓના મોત નિપજયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ મામલા ૩૯,૩૬,૭૪૮ છે જેમાંથી ૮,૩૧,૧૨૪ એકિટવ કેસ છે જયારે ૩૦,૩૭,૧૫૨ રિકવરી થનારાઓની સંખ્યા છે. જયારે કોરોના ટેસ્ટની વાત કરીએ તો ૩ સપ્ટેમ્બરે ૧૧,૬૯,૭૬૫ કોરોનાના નમુનાની તપાસ કરવામાં આવી હતી અત્યાર સુધી ૪,૬૬,૭૯,૧૪૫ ટેસ્ટ થયો. ગુરૂવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ ૮૩,૮૮૩ નવા સંક્રમિત મળ્યા આ સાથે ગુરૂવારે કુલ મામલાની સંખ્યા ૩૮ લાખને પાર કરી ગઇ આ સાથે જ દેશમાં બુધવારે એક દિવસમાં રેકોર્ડ ૧૧.૭૦ લાખ નમુનાની તપાસ કરવામાં આવી જયારે એક દિવસમાં રેકોર્ડ ૬૮,૫૮૪ દર્દી સ્વસ્થ થઇ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા. દર્દીઓના સ્વસ્થ થવાનો દર ૭૭.૦૯ ટકા છે.HS