દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૯૬૫ લોકો સંક્રમિત
નવી દિલ્હી, દેશમાં એક દિવસના રાહત બાદ ફરી સંક્રમણના કેસમાં ૧૧ હજારનો ઉછાળો જાેવા મળ્યો છે. ૨૪ કલાકમાં ૪૧ હજારથી વધુ કેસ નોંધાયા છે, જે પૈકી ૩૦ હજાર કેસ માત્ર કેરળમાં નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૪ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બજારોમાં જે રીતે ભીડ જાેવા મળી રહી છે, તેને ધ્યાને લઈ વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે.
બીજી તરફ, કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧ કરોડ ૩૩ લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ૮ લાખથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૯૬૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૬૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૮,૧૦,૮૪૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૫,૪૧,૧૩,૫૦૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૩,૧૮,૭૧૮ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૯ લાખ ૯૩ હજાર ૬૪૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૩,૯૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે.
હાલમાં ૩,૭૮,૧૮૧ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૯,૦૨૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૨,૩૧,૮૪,૨૯૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૬,૦૬,૭૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના વ્યાપની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૧ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.SSS