દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૦૫૮ નવા કેસ, ૧૬૪ દર્દીઓના મોત

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકાં દેશમાં કોરોનાના ૧૩.૦૫૮ નવા કેસ સામે આવ્યા છે કે જે ૨૩૧ દિવસમાં આવેલા સૌથી ઓછા કેસનો આંકડો છે જ્યારે ૧૬૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૯,૪૭૦ લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે.
દેશમાં હાલમાં સક્રિય કેસ ૧,૮૩,૧૧૮ છે કે જે ૨૨૭ દિવસમાં સૌથી ઓછા કેસ છે. કોરોનાના કુલ કેસનો આંકડો ૩,૪૦,૯૪,૩૭૩ થઈ ગયો છે અને કોરોના અત્યાર સુધી ૪,૫૨,૪૫૪ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ૩,૩૪,૫૮,૮૦૧ લોકો કોરાથી રિકવર પણ થયા છે. જ્યારે કાલ સુધી દેશમાં વેક્સીનેશનનો આંકડો ૯૮,૬૭,૬૯,૪૧૧ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૬૬૭૬ નવા કેસ સામે આવ્યા છે અને ૬૦ મોત થયા છે.
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૪૮૫ નવા કોરોના કેસ સામે આવ્યા અને ૨૦૭૮ લોકો રિકવર થયા જ્યારે ૨૭ લોકોના મોત થઈ ગયા. વળી, કર્ણાટકની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૪ નવા કોરોના કેસ સામે આવ્યા. ૪૮૮ લોકો રિકવર થયા અને ૧૨ મોત થયા અને પડોશી રાજ્ય તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૨ નવા કોરોના કેસ સામે આવ્યા. ૧૪૨૩ લોકો રિકવર થયા અને ૧૩ મોત થયા છે.HS