દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૩૩૭૦ નવા કેસ
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં સુધાર થતો નજરે પડી રહ્યો છે. શુક્રવારે સામે આવેલા ૫૪ હજારથી વધુ મામલાની સરખામણીમાં શનિવારે ૫૩ હજારથી વધુ દૈનિક સંક્રમણના મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જયારે દેશમાં કોવિડ ૧૯થી બહાર આવનારા દર્દીઓની સંખ્યા વધીને ૭૦ લાખને પાર પહોંચી ગઇ છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૩,૩૭૦ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જયારે આ દરમિયાન ૬૫૦ લોકોના મોત નિપજયા છે.દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા ૭૮,૧૪,૬૮૨ થઇ ગઇ છે.
આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સક્રિય મામલાની સંખ્યામાં ધટાડો આવી રહ્યો છે કોરોના વાયરસના સક્રિય મામલા ઘટી સાત લાખની નીચે પહોંચી ગયા છે વર્તમાનમાં દેશમાં ૬,૮૦,૬૮૦ સક્રિય મામલા છે તેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૮૨૯નો ઘટાડો આવ્યો છે.
જયારે દેશમાં વાયરસને પરાજય આપનારા દર્દીઓ વધી ૭૦,૧૬,૦૪૬ થઇ ગઇ છે ગત ચોવીસ કલાકમાં ૬૭,૫૪૯ દર્દીઓે વાયરસને માત આપી છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ કોરોના વાયરસથી ૧,૧૭,૯૫૬ લોકોના મોત નીપજયા હતાં.HS