દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ
નવીદિલ્હી, વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસનાં કેસ વધીને ૨૫.૧૮ કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં આ મહામારીનાં કારણે કુલ ૫૦.૭ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૭.૩૭ અબજથી વધુ લોકોએ રસી લગાવી છે. વળી, અમેરિકા સૌથી વધુ કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને ૨૫૧,૮૮૫,૬૮૯, ૫,૦૭૯,૦૧૩ અને ૭,૩૭૩,૨૯૩,૨૩૧ થઈ ગઈ છે.
અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ ૪૬,૮૪૭,૬૫૫ અને ૭૫૯,૬૩૬ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત ૩૪,૪૦૧,૬૭૦ કેસ સાથે કોરોના સંક્રમણની દ્રષ્ટિએ બીજા ક્રમે અને બ્રાઝિલ ૨૧,૯૨૪,૫૯૮ સંક્રમણ સાથે ત્રીજા ક્રમે છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસનાં ૧૨,૫૧૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં કારણે ૫૦૧ લોકોનાં મોત થયા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૩,૧૫૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, કુલ રિકવરી રેટ લગભગ ૯૮.૨૫ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા ૩,૩૮,૧૪,૦૮૦ પર પહોંચી ગયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-૧૯નાં કુલ સક્રિય કેસ ઘટીને ૧,૩૭,૪૧૬ (૨૬૭ દિવસમાં સૌથી ઓછા) થઈ ગયા છે.HS