દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬૪૯ નવા કોરોનાના મામલા
નવીદિલ્હી: કોરોના વાયરસ રસીકરણ અભિયાનની વચ્ચે, છેલ્લા એક દિવસમાં દેશમાં ચેપના ૧૧૬૪૯ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે સોમવારે કોરોના વાયરસથી સંબંધિત ડેટા જાહેર કર્યો, જેમાં જણાવ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૮૯ ચેપગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે ૯૦ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ નવા આંકડા સાથે, દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૧,૦૯,૧૬,૫૮૯ અને મૃતકોની સંખ્યા વધીને ૧,૫૫,૭૩૨ થઈ ગઈ છે. તે જ સમયે, દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના વાયરસના ૧,૦૬,૨૧,૨૨૦ દર્દીઓ સાજા થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં કોરોના વાયરસ દર્દીઓ સ્વસ્થ થયા પછી હાલમાં દેશમાં ૧,૩૯,૬૩૭ સક્રિય કેસ છે. આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ તેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હાલમાં કેરોલા અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો જાેવા મળી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૪૦૯૨ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આ નવા દર્દીઓ સાથે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસો વધીને ૨૦,૬૪,૨૭૮ થયા છે. દેશમાં કોરોના વાયરસનું પરીક્ષણ પણ ચાલુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) એ પરીક્ષણ ડેટા જાહેર કરતાં કહ્યું કે ૧૪ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૨૦, ૬૭,૧૬,૬૩૪ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાંથી ૪,૮૬,૧૨૨ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા.