દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૪ લોકોનો જીવ લીધો, ૮૯,૧૨૯ નવા કેસ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Corona-1-scaled.jpg)
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૯,૧૨૯ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૪૪,૨૦૨ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ૨૪ કલાકમાં ૭૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક ૧,૬૪,૧૧૦ થયો છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૬,૫૮,૯૦૯ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ખૂબ ઝડપે વધી રહી છે.
દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૪ ટકા થયો છે. બીજી તરફ મોતની ટકાવારી ૧.૩ ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ ૧,૨૩,૯૨,૨૬૦ નોંધાયા છે. જેમાંથી ૧,૧૫,૬૯,૨૪૧ લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ ૭.૩ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
કોરોનાના કહેરે માઝા મુકી છે ત્યારે સૈથી વધારે મહારાષ્ટ્રને ભરડામાં લીધુ છે. મહારાષ્ટ્રની પરિસ્થિતી વધુને વધુ ખરાબ થતી જાય છે. છેલ્લા ૨૪ કલાકમાંજ ૪૭, ૮૨૭ નવા કેસ નોધાતા હવે ફફડાટ નહીં પરંતુ લોકોમાં મોતનો ડર ઉભો થઇ રહ્યો છે. કોરોનાના કારણે માત્ર કેસમાં જ વધારો નયો પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જ ૪૨૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.રેકોડબ્રેક ૯,૧૨૬ કેસ જ્યારે સપનાની નગરી મુંબઇમાં ૮,૯૪૮ નવા કેસ નોધાયા છે. આ માત્ર નોધાયેલા આંકડા છે. આ ઉપરાંત પણ હજુ કેસોની સંખ્યા વધી રહી છે.જુદા-જુદા વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત લોકો જાેવા મળે છે. મુંબઇ, પુણે ઉપરાંત પણ મહારાષ્ટ્રના શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકોમાં ભીતી છે. હવે તો હોસ્પિટલોમાં પણ જગ્યાનો અભાવ થવાની ભીતી છે. બીજી બાજુ ફીલ્મી કલાકારોથી લઇ ટીવી કલાકારો અને ક્રીકેટરો પણ કોરોના સંક્રમીત થઇ રહ્યા છે.
જે લોકો પુર્ણ રીતે ધ્યાન રાખે છે પરંતુ નાની મોટી સહેજ પણ બેદરકારી થતા કોરોનાની ઝપેટમાં મહારાષ્ટ્રવાસીઓ આવી રહ્યા છે. સરકારે સંર્પુણ લોકડાઉન કરવાનું પણ વિચાર્યુ છે. જ્યારે કોરોનાને લઇને નિયમો પણ બનાવ્યા છે. હાલમાં તો મહારાષ્ટ્ર કોરોનાનું ગઢ કહી શકાય.
કર્ણાટક રાજ્યની બાસવાનાહલ્લી હાઇસ્કૂલ-કોલેજમાં ૨૬ વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી ચેપ લાગ્યાં છે. બે ડઝન વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં વર્ગો બંધ કરાયા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અહીં દરરોજ ૪૯૯૧ કેસ નોંધાયા છે. એક દિવસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં કોરોના ચેપ લાગવો એ જાેખમની ઘંટડી છે. કર્ણાટક હવે કોરોનાથી દેશમાં ત્રીજાે સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોનાના ૧૦ લાખથી વધુ કેસ નોંધાયા છે.કર્ણાટકમાં ૩૪,૨૧૯ લોકો દર્દી કોરોના દર્દી તરીકે નોંધાયેલા છે. જાે કે, કોરોનાને કારણે ૧૨,૫૯૧ લોકોનાં મોત નીપજ્યાં છે.
પંજાબમાં ૨,૮૭૩ નવા દર્દી મળ્યા હતા. ૨,૦૦૨ સાજા થયા હતા, જ્યારે ૫૭ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૨.૪૫ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૨.૧૩ લાખ સાજા થયા છે, જ્યારે ૬,૯૮૩ લોકોનાં મોત થયાં છે. હાલમાં ૨૫,૪૫૮ લોકો સારવાર લઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ૨,૭૭૭ નવા દર્દી મળી આવ્યા. ૧,૪૮૨ લોકો સાજા થયા, જ્યારે ૧૬ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૩ લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, એમાંથી ૨.૭૭ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૦૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે હાલમાં ૧૯,૩૩૬ લોકો સારવાર લઈ રહ્યા છે.જયારે રાજસ્થાનમાં ૧,૪૨૨ નવા કેસ નોંધાયા હતા. ૪૯૯ દર્દી સાજા થયા અને ૨ લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં ૩.૩૬ લાખ દર્દી સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી ૩.૨૨ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૨,૮૨૪ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં ૧૦,૪૮૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં ૩,૫૯૪ નવા કેસ આવ્યા હતા. ૨,૦૮૪ દર્દી સાજા થયા અને ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં આ મહામારીથી ૬.૬૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, ૬.૪૫ લાખ લોકો સાજા થયા અને ૧૧,૦૫૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં ૧૧,૯૯૪ લોકોની સારવાર ચાલી રહી છે.દિલ્લી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, પંજાબ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં દુનિયાભરમાં ભારત ત્રીજા નંબરે છે. કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. રિકવરી મામલે ભારત બીજા સ્થાને છે. વળી, અમેરિકા પહેલા સ્થાને છે. કોરોનાથી સર્વાધિક મોત મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા સ્થાને છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે લૉકડાઉન મહામારીને રોકવા માટે પ્રભાવી રીત છે, પરંતુ તે પ્રથમ તબક્કામાં કામ કરે છે. એટલે કે જેવું ગત વર્ષે કરવામાં આવ્યું હતું. એ વખતે મહામારીના પીકને રોકવા માટે સરકારના પ્રયાસો સફળ રહ્યા હતા. પરંતુ હવે સ્થિતિ એકદમ અલગ છે. પહેલા કેસની સંખ્યા ૧૦ હજારથી ૮૦ હજાર સુધી પહોંચવામાં ત્રણ મહિના લાગ્યા હતા. આ વખતે આ સમય આશરે એક મહિનો અને ૧૦ દિવસ હતો. નિષ્ણાતો હળવુ લૉકડાઉન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અને આઇસોલેશનના ફોર્મ્યુલાને મહામારી રોકવા માટે કારગર હથિયાર માને છે. આ જ કારણે દુનિયાભરની સરકારોએ આ રીતને આપનાવી છે.