દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૯૯ કેસ, ૨૫૫નાં મોત
નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧ હજાર ૪૯૯ નવા કેસ સામે આવ્યા છે અને ૨૫૫ લોકોના મૃત્યુ થયા છે. કાલે ૧૩ હજાર ૧૬૬ કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં ૧૨.૬ ટકાનો ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧ લાખ ૨૧ હજાર ૮૮૮ થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનાર સંખ્યા વધારીને ૫ લાખ ૧૩ હજાર ૪૮૧ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૨૨ લાખ ૭૦ હજાર ૪૮૨ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે.
દિલ્હીમાં કોવિડ ૧૯થી જીવ ગુમાવનાર લોકોમાં આ વર્ષે ૨૨ ફેબ્રુઆરી સુધી લેવાયેલા નમૂનામાં ૮૦ ટકામાં ઓમીક્રોન સ્વરૂપ મળ્યું છે. સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. મૃતકોથી એકત્ર કરાયેલા ૨૩૯ નમૂનાના જીનોમ અનુક્રમણથી જાણકારી મળી કે તેમાંથી ૧૯૧માં કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપ હતા. બાકી ૪૮ સેમ્પલ ડેલ્ટા સહિત કોરોના વાયરસના અન્ય સ્વરૂપ હતા.
ડેલ્ટા સ્વરૂપ પાછલા વર્ષે એપ્રિલ અને મેમાં મહામારીની બીજી લહેર માટે જવાબદાર હતો. આંકડા પ્રમાણે દિલ્હીમાં આ વર્ષે ૨૨ ફેબ્રુઆરી સુધી જીનોમ સિક્વેન્સિંગ પ્રયોગશાળામાં કુલ ૬૨૬ સેમ્પલના વિશ્લેષણમાં ૯૨માં ઓમીક્રોન સ્વરૂપ મળ્યું. કુલ નમૂનામાં બે ટકામાં ડેલ્ટા સ્વરૂપ અને છ ટકામાં અન્ય સ્વરૂપો મળ્યા. દિલ્હીમાં કોવિડના કેસ ૧૩ જાન્યુઆરીએ ૨૮૮૬૭ના રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા બાદ ઘટી રહ્યાં છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ મુહિમ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે ૧૭૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કાલે ૨૮ લાખ ૨૯ હજાર ૫૮૨ ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સિનના ૧૭૭ કરોડ ૧૭ લાખ ૬૮ હજાર ૩૭૯ ડોજ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્દાઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીઓથી ગ્રસ્ત લોકોને ૧.૯૮ કરોડથી વધુ (૧,૯૮,૬૩,૨૬૦) પ્રિકોશન ડોઝ લગાવવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીોને રસી લગાવવામાં આવી. તો કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન બે ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.SSS