દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૩૫ નવા કેસ

મુંબઈ, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૩૩૫ નવા કેસ નોંધાયા. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૧૮૪.૩૧ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા. ભારતમાં સક્રિય કેસનું ભારણ ૧૩,૬૭૨ થયું. સક્રિય કેસનું ભારણ હાલમાં ૦.૦૩% છે.
સાજા થવાનો દર હાલમાં ૯૮.૭૬% નોંધાયો. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૧૮ દર્દીઓ સાજા થયા, કુલ વધીને ૪,૨૪,૯૦,૯૨૨ દર્દીઓ સાજા થયા. દૈનિક પોઝિટિવીટી દર ૦.૨૨% પહોંચ્યો. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં ૦.૨૩% છે. કુલ ૭૮.૯૭ કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં ૬,૦૬,૦૩૬ ટેસ્ટ કરાયા.
ભારતનું ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીકરણ કવરેજ આજે સવારે ૭ વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ૧૮૪.૩૧ કરોડ (૧,૮૪,૩૧,૮૯,૩૭૭) ને વટાવી ગયું છે. આ ૨,૨૦,૫૨,૯૬૫ સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે.
૧૨-૧૪ વર્ષની વય જૂથ માટે કોવિડ-૧૯ રસીકરણ ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં, ૧.૭૨ કરોડથી વધુ (૧,૭૨,૯૧,૨૮૨) કિશોરોને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. નોંધપાત્ર પ્રગતીમાં, સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ૧૩,૬૭૨ થઈ ગયો છે.
સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના ૦.૦૩% છે. ભારતનો રિકવરી રેટ સતત ૯૮.૭૬% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે ૪,૨૪,૯૦,૯૨૨ છે. સતત ઘટી રહેલા વલણને પગલે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૩૫ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૦૬,૦૩૬ કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં ૭૮.૯૭ કરોડ (૭૮,૯૭,૭૦,૯૫૮) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.
સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જાેવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૦.૨૩% છે અને દૈનિક સકારાત્મકતા દર ૦.૨૨% હોવાના અહેવાલ છે.SSS