દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૭૫ નવા કેસ
નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૫ નવા કેસ અને માત્ર ૪ સંક્રમિતોના મોત થયા છે, જ્યારે ૭૯૬૧ લોકો સાજા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧,૩૬૬ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૧,૭૪૭ પર પહોંચ્યો છે.
દેશમાં ૪,૨૫,૦૭,૮૩૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૬,૩૮, ૩૧,૭૨૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૬,૮૯,૭૨૪ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે.
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાેયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે.HS