દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૦૭ નવા કેસ, ૨૯ના મોત

નવીદિલ્હી, દેશમાં કોરોના એક વાર ફરીથી લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી રોજ ૩૦૦૦થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૦૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૪૧૦ લોકો કોરોનાથી રીકવર થઈ ગયા છે. વળી, ૨૯ લોકોના છેલ્લા ૨૪ કલાકમાં મોત થઈ ગયા છે. દેશમાં હજુ પણ કોરોનાના ૨૦૪૦૩ સક્રિય કેસ છે.
દેશમાં કોરોના રસીકરણ અભિયાનની વાત કરીએ તો અત્યાર સુધી કુલ ૧૯૦૩૪૯૦૩૯૬ કોરોના વેક્સીનનો ડોઝ લોકોને લગાવવામાં આવી ચૂક્યો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૫૨૪૦૯૩ લોકોના મોત થઈ ગયા છે.
પંજાબમાં ૨૩ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૭૫૯૯૦૫ કેસ સામે આવી ચૂક્યા છે. જાે કે, સારી વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી રાજ્યમાં કોઈનુ મૃત્યુ થયુ નથી. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૧૭૭૫૧ લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા ૨૮૪ છ. ૨૩ દર્દી કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે.
વળી, તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ ૪૭૮ બચ્યા છે.HS