દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૦૬ નવા કેસ નોંધાયા
કુલ મૃત્યુઆંક ૫,૨૪,૬૧૧ પર પહોંચ્યો છે: દેશમાં ૪,૨૬,૧૩,૪૪૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
નવી દિલ્હી,ભારતમાં બે દિવસના વધારા બાદ કોરોના કેસ ઘટ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૦૬ નવા કેસ નોંધાયા અને ૨૫ સંક્રમિતોના મોત થયા છે. રવિવારે ૨૮૨૮ નવા કેસ નોંધાયા હતા અને ૧૪ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૬૮૫ નવા કેસ નોંધાયા હતા અને ૩૩ સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૬૦ ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭,૬૯૮ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૬૧૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૧૩,૪૪૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૩,૩૧,૫૭,૩૫૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
જેમાંથી ગઈકાલે ૨,૨૮,૮૨૩ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના નવા વોરિયન્ટ બીએ-૪ અને બીએ-૫ એમ કુલ સાત નવા દરદી નોંધાતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.
પુણેમાં આ દરદી મળી આવ્યા હતા. આથી રાજ્યની આરોગ્ય યંત્રમા ફરીથી એલર્ટ બની ગઈ છે. રાજ્ય સરકારે માસ્ક પહેરવા તેમ જ સુરક્ષિત અંતર રાખવાની અપીલ કરે છે.મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટના દરદીનું નિદાન થયું છે. પુણેમાં ઓમિક્રોનના બે નવા સબ વોરિયન્ટ એટલે કે વોરિયન્ટ એટલે કે બીએ-૪ના ૪ અને બીએ-૫ના ૩ દરદી મળી આવ્યા છે.
ચિંતાનક બાબત એટલે કે વોરિયન્ટમાં વધુ સંસર્ગજન્ય હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આથી નાગરિકોએ હવે વધુ કાળજી લેવાની જરૂર છે.આ સાત દરદી પૈકી બે દરદી આફ્રિકા અને બેલ્જિયમના પ્રવાસીઓની માહિતી છે. આ સાત દરદીઓ બધા પુણે શહેરમાં છે અને ૪ મે તેમ જ ૧૮ મે ૨૦૨૨નો સમયગાળાના છે.
આમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.ઓમિક્રોનના કોરોનાના બી.એ.-૪ વેરિયન્ટના ચાર અને બી.એ.-૫ના દરદી છે. આમ સાત દરદી પૈકી ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ દરદીઓ ચાર દરદી ૫૦ વર્ષના છે. જ્યારે બે દરદી ૨૦ થી ૪૦ વર્ષના છે અને એક દરદી નવ વર્ષનો બાળક છે.
આ સાત દરદી પૈકી છ દરદીઓએ કોરોનાની રસીના ડોઝ પૂરા કર્યા છે. એમાં એક જણે બુસ્ટરડોઝ સુધ્ધા લીધો છે. જ્યારે બાળકે રસી લીધી નથી. આ બધા દરદીઓમાં કોવિડ-૧૯ના સૌમ્ય લક્ષણ છે અને તેઓ સફળતા પૂર્વે ઘરમાં આઈસોલોન કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.SS2KP