દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૯૧૭૦ નવા કેસ, ૧૭૬૧ લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona.1.jpg)
Files Photo
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૨,૫૯,૧૭૦ નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૫૩,૨૧,૦૮૯ થઈ ગઈ છે. વળી, ૨૪ કલાકમાં ૧૭૬૧ કોરોના દર્દીઓએ દમ તોડી દીધો છે ત્યારબાદ કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧,૮૦,૫૩૦ સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ ૨૦,૩૧,૯૭૭ છે જ્યારે ૧,૩૧,,૦૮,૫૮૨ લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ઘરે આવી ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી ૧૨,૭૧,૨૯,૧૧૩ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. ૧૦૦ દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આગલા ૧૦૦ દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી ૭૦ વસ્તીનુ રસીકરણ નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને હેરાન કરશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે દેશમાં ૭૦ ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે
કેન્દ્ર સરકારે મોટુ એલાન કર્યુ છે.
એક મેથી કોરોના રસીકરણનો ત્રીજાે તબક્કો શરૂ થશે જેમાં હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરના બધા લોકો કોરોના વેક્સીન લગાવી શકશે. તમને જણાવી દઈએ કે વેક્સીનના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી.
ત્યારબાદ ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી મૂકવામાં આવી હતી. હાલમાં દેશમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે જે રસીકરણનો બીજાે તબક્કો છે.ઘણા રાજ્યોએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે કે તેમની પાસે વેક્સીનની અછત છે અને સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. વળી, જૈવ-પ્રોદ્યોગિકી વિભાગે મીડિયાને માહિતી આપી છે કે કોવેક્સીનના ઉત્પાદનમાં તેજી લાવવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં અમે દર મહિને ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ ડોઝ તૈયાર કરી લઈશુ અને અમે મે-જૂન સુધી પ્રોડક્શન ડબલ કરી લઈશુ.