દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૪૫ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૪૫ નવા કેસ નોંધાયા છે અને ૬ સંક્રમિતોના મોત થયા છે.
મંગળવારે ૨૩૩૮ નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૨૭૦૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૫ સંક્રમિતોના મોત થયા હતા.
રવિવારે ૨૮૨૮ નવા કેસ નોંધાયા હતા અને ૧૪ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૬૮૫ નવા કેસ નોંધાયા હતા અને ૩૩ સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૬૦ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૮,૩૮૬ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૬૩૬ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૧૭,૮૧૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં ૧૯૩,૫૭,૨૦,૮૦૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૦,૯૧,૧૧૦ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. ગુજરાતમાં ૧૨ માર્ચ પછી પહેલીવારમંગળવારે પહેલીવાર અમદાવાદમાં સૌથી વધુ ૩૪ સહિત રાજયમાં કોરોનાના નવા ૪૫ કેસ નોંધાવા પામ્યા છે.
મોટેરા ખાતે યોજાયેલી આઈ.પી.એલ.ની મેચમાં એકઠી થયેલી મેદનીને લઈ કોરોનાના કેસ હજુ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમ ખાતે આઈ.પી.એલ.ની બે મેચ રમાઈ હતી.આ બંને મેચ દરમ્યાન મોટી સંખ્યામાં ક્રીકેટ ચાહકો સ્ટેડીયમમાં ઉમટી પડયા હતા.
કોરોના સંક્રમણની સ્થિતિ બે વર્ષ બાદ વેકિસનેશન ઉપરાંત ટેસ્ટીંગ સહિતના અન્ય પ્રયાસોથી કાબૂમાં આવતી જાેવા મળી હતી ત્યાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.અમદાવાદમાં સૌથી વધુ ૩૪ કેસ નોંધાયા જે સામે ૨૪ દર્દીઓ સાજા થવા પામ્યા હતા.
ઉપરાંત ગાંધીનગર અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ઉપરાંત મહેસાણા અને વલસાડમાં પણ કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ગીર સોમનાથ,વડોદરા અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.SS1MS