દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨,૨૧૩ કેસ નોંધાયા
નવીદિલ્હી, કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ૮ હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા પણ આજે જે આંકડો સામે આવ્યો છે તે એકદમ ચોંકાવનારો છે.
આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨,૨૧૩ કેસ નોંધાયા છે. ગઈ કાલની સરખામણીમાં કોરોનાના નવા કેસમાં ૩૮.૪ ટકાનો વધારો થયો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૮,૨૧૫ પર પહોંચી ગઈ છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૩૫ ટકા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે કુલ ૧૧ લોકોના મોત થયા છે. આ દરમિયાન ૭,૬૨૪ લોકો રિકવર પણ થયા. આ અગાઉ બુધવારે એટલે કે એક દિવસ પહેલા કોરોનાના નવા ૮,૮૨૨ નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાના કેસમાં સાડા ત્રણ હજારથી વધુ નવા કેસનો ઉછાળો જાેવા મળ્યો છે.
દેશમાં સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા ૪,૦૨૪ દર્દીઓ નોંધાયા છે. જે આગલા દિવસની સરખામણીમાં ૩૬ ટકા વધુ છે. જ્યારે બે સંક્રમિતોના મોત થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના બી.એ.૫ સ્વરૂપથી સંક્રમણના ચાર નવા કેસ પણ નોંધાયા છે.
ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૮૪ નવા કેસ નોંધાયા જેમાંથી ૯૧ કેસ તો એકલા અમદાવાદમાંથી નોંધાયા. જ્યારે ૧૮ કેસ વડોદરામાં, ૧૬ સુરતમાં જ્યારે ૧૦ રાજકોટમાં નોંધાયા. કોરોનાથી એક દર્દીનું મોત પણ થયું છે.
દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા છે. કોરોના સંક્રમણના નવા ૧૩૭૫ કેસ નોંધાયા છે. સંક્રમણ દર ૭.૦૧ ટકા નોંધાયો છે. આરોગ્ય વિભાગે વધુમાં કહ્યું કે વિભાગે પોતાના નવા બુલેટિનમાં જણાવ્યું છે કે બુધવારે નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૯,૧૫,૯૦૫ થઈ.SS1MS