Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૯૨૩ નવા કેસ, ૧૭ લોકોના મોત

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ જંગ ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાના કેસ થોડા દિવસોથી વધી રહ્યા છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૯૯૨૩ કેસ સામે આવ્યા છે. જાેકે આ આંકડા ગત થોડા દિવસોના મુકાબલે ઓછા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં ગત ૫ દિવસથી સતત ઉછાળો જાેવા મળ્યો હતો, પરંતુ ગત ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.

ગત ૨૪ કલાકમાં ૭,૨૯૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન ૧૭ દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૭૯,૩૧૩ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના ૨૩૪૫ નવા કેસ સામે આવ્યા હતા અને બે સંક્રમિતોના મોત થયા હતા. તેમાંથી ૧૩૧૦ મામલા માત્ર મુંબઈમાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને ૭૯,૩૮,૧૦૩ થઈ ગયા છે, જ્યારે ૧,૪૭,૮૮૮ લોકોના મહામારીને કારણે અત્યાર સુધી મોત થયા છે.દેશમાં કોરોનાના કુલ ૧૨૭૮૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૪,૩૩,૦૯,૪૭૩ પર પહોંચી ગઈ, જ્યારે ૧૩૦ દિવસ બાદ દૈનિક સંક્રમણ દર ચાર ટકાને પાર પહોંચી ગયો છે. આંકડા અનુસાર વધુ ૧૮ મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૫,૨૪,૮૭૩ પર પહોંચી ગઈ છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭૬,૭૦૦ થઈ ગયા છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના આજે નવા ૨૧૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૩૦ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૪૫૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૯ ટકાએ પહોંચી ચુક્યો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪૫,૭૬૯ રસીના ડોઝ અપાયા હતા.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૪૬૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૪૫૬ નાગરિકો સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૪૫૩ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.