દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯૪૦ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૯૪૦ નવા કેસ અને ૨૦ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૯૧ હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૯ ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૧,૭૭૯ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૯૭૪ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૭,૬૧,૪૮૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૬,૯૪,૪૦,૯૩૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૧૫,૭૩,૩૪૧ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણશરૂ થયું હતું.
જૂન ૨૦૨૨માં નોંધાયેલા કેસ આ મુજબ છે. ૨૪ જૂન શુક્રવારે ૧૭,૩૩૬ નવા કેસ નોંધાયા અને ૧૩ સંક્રમિતોના મોત થયા. ૨૩ જૂન ગુરુવારે ૧૩,૩૧૩ નવા કેસ નોંધાયા અને ૩૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. ૨૨ જૂન બુધવારે ૧૨,૨૪૯ નવા કેસ અને ૧૩ સંક્રમિતોના મોત થયા. ૨૧ જૂન મંગળવારે ૯,૯૨૩ નવા કેસ અને ૧૭ સંક્રમિતોના મોત થયા. ૨૦ જૂન સોમવારે ૧૨,૭૮૧ નવા કેસ અને ૧૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્ય. ૧૯ જૂન રવિવારે ૧૨,૮૯૯ નવા કેસ અને ૧૫ સંક્રમિતોના મોત થયા. ૧૮ જૂન શનિવારે ૧૩,૨૧૬ નવા કેસ અને ૨૩ સંક્રમિતોના મોત થયા. ૧૭ જૂન શુક્રવારે ૧૨,૮૪૭ નવા કેસ અને ૧૪ સંક્રમિતોના મોત થયા.
૧૬ જૂન ગુરુવારે ૧૨,૨૮૩ નવા કેસ અને ૧૧ સંક્રમિતોના મોત થયા. ૧૫ જૂન બુધવારે ૮૮૨૨ નવા કેસ અને ૧૫ સંક્રમિતોના મોત થયા. ૧૪ જૂન મંગળવારે ૬૫૯૪ નવા કેસ નોંધાયા હતા. ૧૩ જૂન સોમવારે ૮૦૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા. ૧૨ જૂન રવિવારે ૮૫૮ નવા કેસ અને ૪ સંક્રમિતોના મોત થયા. ૧૧ જૂન શનિવારે ૮૩૨૯ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા. ૧૦ જૂન શુક્રવારે ૭,૫૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા.
૯ જૂન ગુરુવારે ૭૨૪૨ નવા કેસ અને ૮ સંક્રમિતોના મોત થયા. ૮ જૂનબુધવારે ૫૨૩૩ નવા કેસ અને ૭ સંક્રમિતોના મોત થયા. ૭ જૂન મંગળવારે ૩૭૧૪ નવા કેસ અને ૭ સંક્રમિતોના મોત થયા હતા. ૬ જૂન સોમવારે ૪૫૧૮ નવા કેસ અને ૯ સંક્રમિતોના મોત થયાહતા. ૫ જૂન રવિવારે ૪૨૭૦ નવા કેસ અને ૧૫ સંક્રમિતોના મોત હતા. ૪ જૂન શનિવારે ૩૯૬૨ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા હતા. ૩ જૂન શુક્રવારે ૪૦૪૧ નવા કેસ નોંધાયા અને ૧૦ સંક્રમિતોના મોત થયા હતા ૨ જૂન ગુરુવારે ૩૭૧૨ નવાકેસ અને ૫ સંક્રમિતોના મોત થયા હતા. ૧ જૂન બુધવારે ૨૭૪૫ નવા કેસ નોંધાયા અને ૬ સંક્રમિતોના મોત થયા.SS2KP