દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ચોથા દિવસે ૧૬ હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે ૧૩,૯૨૯ સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ ૧.૧૩ લાખને પાર થયા છે.
દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૮૫ ટકા છે. રવિવારે ૧૬,૧૦૩ નવા કેસ નોંધાયા અને ૩૧ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૧૭૦૯૨નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસ ૧,૧૩,૮૬૪ પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૨૨૩ થયો છે.
અત્યાર સુધીમાં ૪,૨૮,૭૯,૪૭૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક ૧૯૭,૯૮,૨૧,૧૯૭ થયો છે, જેમાંથી ગઈકાલે ૧,૭૮,૩૮૩ ડોઝ આપવામાં આવ્યા હતા.SS3KP