દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૧૫૪ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં સતત ૧૫મો દિવસ એવો છે જેમાં ૫૦ હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે.
૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોવિડ મોતનો મામલો નથી નોંધાયો. આ ઉપરાંત ૨૭ રાજ્યમાં ૧૦થી ઓછા મોત નોંધાયા છે. બીજી તરફ, દેશમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા ૩ કરોડથી પણ વધી ગઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ ઘટી રહ્યા છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭,૧૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૨૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૮,૭૪,૩૭૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૭,૭૩,૫૨,૫૦૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૧૨,૩૫,૨૮૭ લોકોને રસી આપવામાં આવી છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૪ હજાર ૭૧૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૬૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં ૪,૫૦,૮૯૯ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૦૮,૭૬૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૩,૨૩,૧૭,૮૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૪,૩૨,૩૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.