દેશમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના ૨૯,૨૯૮ નવા કેસ
નવીદિલ્હી, શુક્રવારે જાહેર થયેલા કોરોના વાયરસના કેસોએ દેશવાસીઓને ફરીથી રાહતના સમાચાર આપ્યા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૩૦ હજારની નીચે રહી છે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૩૯૮ નવા પોઝીટીલ કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૪૧૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હજુ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૭.૯૬.૭૭૦ થઇ ગઇ છે.
ભારતમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૯૨ લાખ ૯૦ હજાર ૮૩૪ લોકો સાજા થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૫૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલમાં ૩,૬૩,૭૪૭ એકટિવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૨,૧૮૬ લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજયા છે.
ગુજરાતમાં ૨૪કલાકમાં કોરોના વાયરસના નવ ૧૨૭૦ કેસ નોંધાયા છે જેની સામે ૧૪૬૫ દર્દીઓ સાજા થયા છે ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના મોત નિપજયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૧૩૫ થયો છે.HS