દેશમાં ત્રીજી લહેરની શંકા,મોટા પ્રમાણમાં બાળકો સંક્રમિત
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત, કેટલાક બાળકોના સારવારમાં મોત
નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. લોકોને રસી મૂકવા માટે અભિયાન ચાલુ છે. પરંતુ કોરોના વિરુદ્ધ લડી રહેલા ડોકટર્સ અને હેલ્થ કેર વર્કર્સ માટે નવો પડકાર તૈયાર છે. કોરોના સંક્રમણના નિશાને હવે દેશના બાળકો છે.
રાજસ્થાનના બે જિલ્લામાંથી મોટા પાયે બાળકો સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. દૌસામાં ૨૨ દિવસમાં ૩૦૦ બાળકો સંક્રમિત થયા અને સીકરમાં ૮૩ દિવસમાં ૧૭૫૭ બાળકો સંક્રમિત થયા. જ્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ૩૦ દિવસમાં ૩૦૨ બાળકો સંક્રમિત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં ૨૦ દિવસમાં ૨૦૪૪ બાળકો સંક્રમિત થયા. રાહતની વાત એ છે કે કે તેમાંથી લગભગ તમામ બાળકો સામાન્ય ઉપચાર બાદ સાજા થઈ ગયા. જાે કે કેટલીક જગ્યાએથી સારવાર દરિમિયાન બાળકોના મોતના સમાચાર પણ આવ્યા.
અમારો હેતુ તમને ડરાવવાનો નથી પરંતુ સાવધાન કરવાનો છે. જેથી કરીને બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય. બાળકોમાં કોરોનાને ફેલાતો રોકી શકાય. પરંતુ સૌથી પહેલા અમે તમને બાળકોમાં કોરોનાના વધતા સંક્રમણના ચોંકાવનારા કેસ અંગે જણાવીએ છીએ.
રાજસ્થાનના દૌસામાં બાળકોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વિશે ચોંકી જવાય તેવું છે. દૌસા જિલ્લામાં છેલ્લા ૨૨ દિવસમાં ૩૦૦ બાળકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા. પરંતુ સંક્રમિત થયેલા આ બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણો જાેવા મળ્યા નથી. જાે કે હાલ તો દૌસામાં કોઈ બાળક કોરોના સંક્રમિત નથી. દૌસાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે બાળકોનું ખાસ ધ્યાન રાખવું.
મધ્ય પ્રદેશના સાગરમાં બાળકો પર કોરોનાનો કહેર જાેવા મળ્યો છે. સ્થિતિ જાેતા પ્રશાસન અલર્ટ મોડ પર છે. સાગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ૩૦૨ બાળોક કોરોના વાયરસથી સંક્રમિત થયા. અહીં ૪ બાળકોના સંક્રમણના કારણે મોત પણ થયા. સાગર જિલ્લામાં ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સ્થિતિ ચિંતાજનક છે.
આ બધા વચ્ચે ઉત્તરાખંડ સરકાર તરફથી બહાર પડેલા કોરોના સંક્રમણના આંકડામાં ચોંકાવારી વાત સામે આવી છે. આ વર્ષે ૧થી ૨૦ મે વચ્ચે ઉત્તરાખંડમાં ૯ વર્ષથી ઓછી ઉંમરના ૨૦૪૪ બાળકો કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. આ ઉપરાંત અહીં ૮૬૬૧ એવા સંક્રમિતો મળ્યા કે જેમની ઉંમર ૧૦થી ૧૯ વર્ષ વચ્ચે છે.
બાળકોમાં શરૂઆતી લક્ષણો શું છે? જાે તમને કોઈ બાળકમાં શ્વાસ લેવાની તકલીફ જાેવા મળે, બાળકનું નાક વહ્યા કરતું હોય, તેને તાવ કે હળવી ઉધરસ હોય, બાળક પેટમાં દુખાવાની ફરિયાદ કરે, તે થાકેલું લાગે અને બાળકને ઝાડા કે ઉલ્ટી થતી હોય તો સાવધાન થઈ જાઓ. તરત કોરોનાની સારવારમાં લાગેલા ડોક્ટરનો સંપર્ક કરો. તેમને વાત કરીને સ્થિતિ જણાવો. જરૂર પડ્યે બાળકની તપાસ જરૂર કરાવો.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ બાળકોમાં કોરોના સંક્રમણને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જેને લઈને તૈયારીની વાત કહી ચૂક્યા છે. દેશની ભાવિ પેઢીને કોરોના સંક્રમણથી બચાવવા માટે સાવચેતી સૌથી જરૂરી અને કારગર દવા છે. જે કોરોનાથી આખી દુનિયા પરેશાન છે તેનાથી બાળકોને બચાવવા માટે ખાસ સાવધાની વર્તો.
સૌથી પહેલા બાળકોને અલગ રાખો. તેમને પોતાની જાત સાથે રમવા દો. બહારના લોકો સાથે બિલકુલ સંપર્ક ન કરાવો. જાે તમે જરૂરી સેવા સાથે જાેડાયેલા હોવ તો તમારા ઘરમાં બાળકોથી હંમેશા અંતર જાળવો. ઘરમાં પણ માસ્ક પહેરો અને બાળકોને પણ માસ્ક પહેરવા માટે પ્રેરિત કરો. બાળકોને તાજુ અને સ્વાસથ્યવર્ધક ભોજન કરાવો. ઘરમાં હવા ઉજાસ જાળવો.
માણસનો સૌથી મોટો દુશ્મન બની બેઠેલા આ અદ્રશ્ય શત્રુથી દુનિયા ત્રાહિમામ છે, મોટો પડકાર બની બેઠો છે આ વાયરસ પણ આપણે જુસ્સો જાળવી રાખવાનો છે.