દેશમાં દર ૭૭ મિનિટે એક મહિલાનું દહેજના કારણે મૃત્યુ થાય છે
નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરોના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર થાય છે.
મહિલાઓ અને આધુનિકતાઃ સમય બદલાઇ રહ્યો છે ?
ભારતીય મહિલાઓનો વિષય ઘણી વખત ચર્ચાઓમાં રહે છે. નેતાગણ તો એમ જ સમજે છે જાણે કે તેમણે આ વિશયમાં પીએચડીની ડિગ્રી લીધી છે. આ અંગે કર્ણાટકના આરોગ્ય પ્રધાને તાજેતરમાં આપેલું નિવેદન ઉલ્લેખનીય છે. તેમણે કહ્યું કે ભારતમાં અનેક આધુનિક મહિલાઓ એકલી રહેવા ઇચ્છે છે. જાે તેઓ લગ્ન પણ કરે છે તો બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી. તેઓ સરોગસી ઇચ્છે છે. આ સારી વાત નથી.’
સવાલ એ ઊઠે છે કે શું મહિલાઓના વિચારોમાં પરિવર્તન આવી રહ્યું છે ? શું આવા નિવેદનો આપીને તમામ મહિલાઓને એક જેવી માની શકાય ? બિલકુલ નહીં તેનાથી ઊલટું શું મહિલાઓની મુખ્ય ભૂમિકા માત્ર પજનનન કરવાની અને મા બનવાની જ છે ? સંવિધાન દ્વારા મહિલાઓને સમાનતા, સમાનકાર્ય માટે સમાન વેતનની ગેરંટી આપવા છતાં કેટલી મહિલાઓ પાસે આ વિકલ્પ છે ?
કર્ણાટકના આરોગ્ય પ્રધાને જે કહ્યું તે આધુનિક શિક્ષિત વર્કિંગ મહિલાઓ અંગે આંશિત રીકે સાચું છે. આ મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે પોતના માટે સમાન અવસરોની માગણી કરે છે તેઓ કોઇ વિશિષ્ટ વિચારો સાથે બંધાયેલા નથી. જાે તે પોતાના પુરુષ પાર્ટનરની જેમ બરાબર જવાબદારીઓ ઉઠાવી રહી છે તો પછી પુરુષોએ ઘરની જવાબદારીઓ કેમ ન ઉઠાવવી જાેઇએ ?
અ બદલાતી વૈશ્વિક સ્થિતિમાં હવે તેઓ પોતાને મુક દર્શક સમજતી નથી. તે ઇચ્છે છે કે તે જેમ ઘરની, કુટુંબની અને સંતાનોની જવાબદારીઓ લઇ રહી છે તેજ રીતે તેની જવાબદારીઓમાં પણ ભાગ પડ,ે તે પણ સરખે ભાગ વહેંચાય.
તે પરંપરાઓ, નૈતિકતાઓ, સામાજિક વિચારોના બેવડા માપદંડોથી અલગ થવા ઇચ્છે છે. આ રીતે તે પોતાના ખોવાયેલા અધિકારો પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. આજ રીતે આધુનિક ભારત અને અસલી ભારતમાં મતભેદ જાેવા મળે છે.
આધુનિક ભારતમાં મહિલાઓને શિક્ષા, રોજગારમાં સમાન અવસર આપવામાં આવે છે. તે આજીવિકા સર્જક છે અને પોતાના પરિવાર માટે પૂંજી એકઠી કરે છે, પરંતુ જ્યારે વાત આવે છે સામાજિક સ્થિતિની, તો તેની સાથે પરંપરાગત વ્યવહાર જ કરાય છે. કેમ કે તેમના માતા પિતા ઇચ્છે છે કે તે લગન કરીને પોતાની ગૃહસ્થી વસાવે અને પરિવારને આગળ વધારે.
પતિ હજુ પોતાની વર્કિંગ વાઇફ પર નિયંત્રણ રાખવા ઇચ્છે છે. મુખ્ય રીતે મહિલાઓની ભૂમિકા ઘર ચલાવવું, જમવાનું બનાવવું, સાફ-સફાઇ કરવી અને પરિવારને આગળ વધારવો એ જ છે, જે તેની માતા પણ વર્ષોથી કરતી આવી છે.
અસલી ભારતમાં બિચારી અને અશિક્ષિત મહિલા પ્રતિષ્ઠાનું પ્રતીક છે. પરિવારની પવિત્રતા અને તેના સામંજસ્યને ટકાવી રાખવા તેને પરદામાં રાખવું આવશ્યક છે. દુખદ સત્ય એ છે કે મહિલા આવી સ્થિતિ સામે દરેક પગલે લડે છે. આપણે ચરમ સ્થિતિઓમાં રહીએ છીએ.
અહીં બાળકીના જન્મને પણ ખરાબ માનવામાં આવે છે. તેને હમેશાં ડર સાથે ઉછેરવામાં આવે છે. તેની પણ અનેક સીમાો લગાવવામાં આવે છે. અહીં પિતા નિયમો બનાવે છે, પતિ કે પુરુષ તેને લાગુ કરવા પર ભાર આપે છે. બંધ ઘરોમાં કેટલીયે બાલિકાઓ યૌન શોષણનો શિકાર બને છે.
તેને કોઇ વાતની જ્ઞાન નથી હોતું તે સમયે તેની પર બળાત્કાર ગુજારાય છે અને તેને એવું કહેવાય છે છે કે તે કોઇને કહેશે તો તેની બદનામી થશે. તેની સાથે કોઇ લગ્ન નહીં કરે. અનેક મહિલાઓ કાર્યસ્થળ પર યૌન શોષણનો શિકાર થાય છે. આવી સ્થિતિમાં પણ તેઓ ચૂપ રહે છે કેમકે મહિલાઓને બેઇજ્જતી થવાનો ડર હોય છે.
નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરોના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર થાય છે. દર ૭૭ મિનિટે એક મહિલાનું દહેજના કારણે મૃત્યુ થાય છે. આ જાકરણે દેશમાં બાળકી ભૃણ હત્યા અને જાતિ પરીક્ષણ કરીને ગર્ભપાતના કિસ્સા વધી રહ્યા છે.
અભિનેત્રી ખૂશ્બુ પર એટલે કેસ ચલાવાયો કેમકે તેણે લગ્ન પહેલા સેક્સ અંગે ટિપ્પણી કરી કે કોઇપણ શિક્ષિત વ્યક્તિએ એવી અપેક્ષા ન કરવી જાેઇએ કે તેની દુલ્હન કુંવારી હશે. જે લોકો લગ્ન પહેસા સેક્સ કરે છે તેમણે કોન્ડોમનો ઉપયોગ કરવો જાેઇએ.
સાનિયા મીરજા દ્વારા સુરક્ષિત સેક્સની વકીલાત કરાતા તેના પૂતળા સળગાવવામાં આવે છે. કદાચ તેનું કારણ પિતૃ સત્તાત્મક વિચારો છે. માત્ર મહિલા સ્વતંત્રતાની વાતો કરવાથી કામ નહીં ચાલે, પુરુષો મહિલાઓને આનંદની પ્રવૃત્તિના રપમાં જુએ તે વસ્તુ રોકવી જ પડશે.