દેશમાં દિવાળીમાં જ અંધારપટ સર્જાશેઃ ૧૧૦ પ્લાન્ટમાં કોલસાનું ગંભીર સંકટ
નવી દિલ્હી, દેશમાં કોલસાનું ગંભીર સંકટ સર્જાયુ હોવાથી આગામી દિવાળીના તહેવારો અંધારામાં વીતે તો નવાઇ નહીં. દેશની ઘણી વીજ કંપનીઓ સામે કોલસાનું સંકટ સર્જાયુ છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક સરકાર કેન્દ્ર સરકારને કથળતી સ્થિતિથી વાકેફ કરી ચૂકી છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસીટી ઓથોરિટીના ૭ ઓક્ટોબરના રિપોર્ટ અનુસાર દેશના ૧૩૫માંથી ૧૧૦ પ્લાન્ટમાં કોલસાની તીવ્ર અછત ઊભી થઇ છે અને ૧૬ પ્લાન્ટની પાસે તો ેક દિવસ ચાલે તેટલો જ કોલસો છે. ૩૦ પ્લાન્ટ પાસે ફક્ત એક દિવસનો કોલસો બચ્યો છે. એટલે પરિસ્થિતિ ગંભીર છે અને તેમાં હરિયાણા, મહારાષ્ટ્રના ત્રણ પ્લાન્ટ એવા છે, જ્યાં એક દિવસનો પણ કોલસો બચ્યો નથી.
દેશની ઘણી વીજ કંપનીઓ કોલસાના જથ્થાની કટોકટીનો સામનો કરી રહી છે. કહેવાય છે કે આના કારણે દેશના ઘણા રાજ્યમાં વીજળીનું સંકટ આવ્યું છે, જાેકે આ મુદ્દે કેટલીક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ઘણો તફાવત છે. સવાલ એ છે કે આવતા મહિનાની શરૂઆતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. શું આ વર્ષે દિવાળી અંધારામાં તો પસાર નહીં થાય ને એવી ચિંતા સૌને સતાવી રહી છે.
માત્ર ભારત જ નહીં, પરંતુ ચીન, યુરોપ અને અમેરિકામાં પણ વીજ સંકટનો ખતરો મંડરાઇ રહ્યો છે. દર વર્ષના ઓક્ટોબરથી વીજળીની માગ વધવા લાગે છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરકારોએ કેન્દ્રને કળતી પરિસ્થિતિ અંગે ચેતવણી આપી છે
એટલું જ નહીં, કેરળ, મહારાષ્ટ્રે નાગરિકોને વીજળીની કાળજીપૂર્વક વપરાશ કરવાની અપીલ કરી છે તો શું ભારત વીજ સંકટ તરફ આગળ વધી હ્યું છે ? શુ આપણી હાલત પણ ચીન જેવી થવા જઇ રહી છે ? નિષ્ણાતો આ સવાલોના જવાબ શોધી રહ્યા છે.