દેશમાં ધનતેરસે લોકોએ ૧૫ ટન સોનાની ખરીદી કરી
નવી દિલ્હી, કોરોના મહામારીની ભયાનકતા ભૂલીને દેશ હવે સંપૂર્ણપણે તહેવારોના મૂડમાં આવી ગયો છે. આ વર્ષે ધનતેરસના રોજ ૧૫ ટન સોનાના ઘરેણાં, બાર અને સિક્કાઓનું વેચાણ થયું છે. ધનતેરસના રોજ દેશભરમાં આશરે ૭,૫૦૦ કરોડ રૂપિયાનો બુલિયન કારોબાર થયો છે.
કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. બી.સી. ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતમાં ધનતેરસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ કારણે આ દિવસે ઘરેણાંનું ખૂબ જ વેચાણ થયું. નવેમ્બર મધ્યથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો હોવાથી સોના અને ઘરેણાંના વેચાણમાં વધુ ઉછાળો જાેવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સોનું ઓલ ટાઈમ હાઈ લેવલથી આશરે ૮,૦૦૦ રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે અને બજાર પર તેની અસર જાેવા મળી. કોવિડ-૧૯ના કેસ ખૂબ જ ઘટી ગયા હોવાના કારણે કન્ઝ્યુમરનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં સોનાની ડિમાન્ડમાં ૫૦ ટકાનો શાનદાર વધારો થયો છે. કોરોના લોકડાઉન પૂરૂ થયું ત્યારથી સોનાનો કારોબાર વધી રહ્યો છે.
કૈટના અહેવાલ પ્રમાણે ધનતેરસના રોજ દક્ષિણ ભારતમાં આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું છે જ્યારે દિલ્હીમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાનું, મહારાષ્ટ્રમાં આશરે ૧,૫૦૦ કરોડ રૂપિયાનું, ઉત્તર પ્રદેશમાં આશરે ૬૦૦ કરોડનું વેચાણ થયું છે.SSS