દેશમાં નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી

પ્રતિકાત્મક
નવી દિલ્હી, કોરોના વાયરસના અપડેટ પર નજર કરીએ તો ભારત માટે રાહતની વાત એ છે કે, સતત ૫મા દિવસે ૩ લાખ કરતા ઓછા કેસ રહ્યા છે. આ સાથે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં ૨૩,૦૦૦ કરતા પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય એક મહત્વની વાત એ છે કે દેશમાં નોંધાયેલા નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓનો આંકડો એકદમ સામાન્ય પણ વધુ મોટો રહ્યો છે.
શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ ૨૨,૨૭૨ કેસ નોંધાયા છે, આ સાથે કુલ કેસનો આંકડો ૧,૦૧,૬૯,૧૧૮ થઈ ગયો છે. આ સાથે જાેવા મળી રહ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના નવા નોંધાઈ રહેલા આંકડામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવેમ્બર દરમિયાન જે ઉછાળો આવ્યો હતો તે પછી વિવિધ રાજ્યો દ્વારા જરુરિયાત પ્રમાણેના પગલા ભરવામાં આવ્યા છે.
આ સાથે દેશમાં એક દિવસમાં કોરોનાથી વધુ ૨૫૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જેની સાથે કુલ મૃતકોનો આંકડો ૧,૪૭,૩૪૩ પર પહોંચ્યો છે, હાલ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૨,૮૧,૬૬૭ પર પહોંચ્યો છે, દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૨૨,૨૭૪ લોકોએ કોરોનાને હરાવ્યો છે. એટલે કે નવા નોંધાયેલા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૫ ડિસેમ્બર સુધીમાં ૧૬,૭૧,૫૯,૨૮૯ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં શુક્રવારે ૮,૫૩,૫૨૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.SSS