દેશમાં નેતાઓની વિરૂધ્ધ ૪૪૪૨ અપરાધિક મામલા ચાલી રહ્યાં છે
નવીદિલ્હી, દેશભરમાં રાજનેતાઓની વિરૂધ્ધ ૪૪૪૨ અપરાધિક મામલામાં સુનાવણી ચાલી રહી છે તેમાંથી ૨૫૫૬ મામલ વર્તમાન સાંસદ અને ધારાસભ્ય વિરૂધ્ધ લંબિત છે. સુપ્રીમ કોર્ટને તમામ હાઇકોર્ટ દ્વારા ઉલબ્ધ કરાવવામાં આવેલા આંકડાથી આ ખુલાસો થયો છે સુપ્રીમ કોર્ટ સંસદ અને વિધાનસભાઓમાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓની વિરૂધ્ધ અપરાધિક મામલાને ઝડપી ઉકેલ કરવાના મુદ્દા પર વિચાર કરવા દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે.
આ રીતે સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલોના નેતાઓની વિરૂધ્ધ લંબિત મામલાની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો મામલામાં એમિકસ કયુરી વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ તમામ હાઇકોર્ટથી મળેલ માહિતીને એકત્રિત કરી પોતાનો રિપોર્ટ વરિષ્ઠ અદાલતને સોંપ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુલ ૪૪૪૨ મામલા લંબિત છે જેમાંથી ૨૫૫૬ મામલામાં વર્તમાન સાંસદ અને ધારાસભ્ય આરોપી છે ૨૫ પાનાના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે તેમાં સંડોવાયેલ જન પ્રતિનિધિઓની સંખ્યા મામલાથી વધુ છે કારણ કે એક મામલામાં એકથી વધુ નિર્વાચિત પ્રતિનિધિ સામેલ છે. ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની જનહિત અરજી પર કોર્ટના આદેશ પર આ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે યુપીમાં રાજનેતાઓની વિરૂધ્ધ સૌથી વધુ ૧૨૧૭ મામલા લંબિત છે તેમાંથી ૪૪૬ મામલા વર્તમાન સાંસદ અને ધારાસભ્યોની વિરૂધ્ધ છે. ત્યારબાદ બિહારમાં ૫૩૧ મામલામાંથી ૨૫૬માં વર્તમાન કાયદા નિર્માણ આરોપી છે રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે ૩૫૨ મામલાની સુનાવણી પર રોક લગાવી છે.૪૧૩ મામલા એવા અપરાધોથી સંબંધિત છે જેમાં ઉમ્રકેદની સજાની જાેગવાઇ છે તેમાંથી ૧૭૪ મામલામાં પીઠાસીન નિર્વાચિત પ્રતિનિધિ સામેલ છે. રિપોર્ટમાં મામલાને ઝડપથી ઉકેલવા માટે અનેક સુચન કરવામાં આવ્યા છે. તેમાં સાંસદો અને ધારાસભ્યોના મામલા માટે દરેક જીલ્લામાં વિશેંષ અદાલત બનાવવાનું સુચન કરવામાં આવ્યું છે આ વિશેષ અદાલતોને તે મામલાને પ્રાથમિકતા આપવી.HS