દેશમાં નોકરીની મોટા પાયે તક સર્જાશે
મોદી સરકાર રોજગારને પ્રાથમિકતા આપશે |
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં સતત બીજી વખત આવ્યા બાદ હવે રોજગારીની તક વધારે સર્જાય તેવી વકી છે.હાલમાં યુવાનોને પુરતા પ્રમાણમાં રોજગારી મળી રહી નથી. બેરોજગારીનો આંકડો રેકોર્ડ ગતિથી વધી રહ્યો છે.
આ પ્રકારના આક્ષેપો સરકાર પર થઇ રહ્યા છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા એક હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર યોગ્ય દિશામાં વધી રહી છે.
જેથી આગામી દિવસોમાં જુદા જુદા સેક્ટરમાં વ્યાપક રીતે નોકરીની તક સર્જાશે. યુવાનોની નિરાશા દુર થઇ શકશે. સરકાર દ્વારા મેક ઇન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા જેવા પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રોગ્રામના કારણે વધારે તક મળનાર છે. વિદેશી રોકાણ માટે પણ ચિત્ર સારુ ઉપસી રહ્યુ છે. વિદેશી પ્રવાસીઓ ભારતમાં હાલના વર્ષોમાં વધારે આવ્યા છે. જેથી પણ સ્થિતિ સુધરી રહી છે. જે વિસ્તારમાં વધારે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે.
બીજી બાજુ દેશમાં હાલમાં મોટા પાયે માર્ગ પ્રોજેક્ટો અને ઇન્ફ્રાસ્ટકચર કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના લાભ થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રોજગારની સમસ્યાને લઇને સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં આઇટી સહિત કેટલાક સેક્ટરમાં છટણી બાદ દરરોજ આ વાત ઉઠી રહી છે કે રોજગારના મોરચે સરકારનો દેખાવ સંતોષજનક રહ્યો નથી. સરકાર સામે આવા નકારાત્મક પ્રહારો થઇ રહ્યા છે
ત્યારે નવેસરના અહેવાલમા દાવો કરવામાં આવ્યો છે કે આગામી દસ વર્ષમાં માત્ર ત્રણ જ સેક્ટરમાં આશરે અઢી કરોડ નોકરીની તક સર્જાનાર છે. આ રિપોર્ટના તારણ મોદી સરકારને રાહત આપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતની અર્થવ્યવસ્થા ચીન કરતા બિલકુલ અલગ છે. ચીન માત્ર નિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે ભારતમાં ૫૫ કરોડનુ ગ્રાહક બજાર છે. જેના પરિણામસ્વરૂપે દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવી રહી છે